સુપ્રીમ કોર્ટનો ચુકાદો/ રાજકીય પક્ષોએ CBIને રાજકીય માપદંડથી નહિં જોવાની ટેવ પાડવી પડશે

સીબીઆઈ તપાસ માટે રાજ્યની સંમતિ અનિવાર્ય હોવાનો સર્વોચ્ચ અદાલતના આદેશ એવે સમયે આવ્યો છે કે જ્યારે આઠ રાજ્યો અગાઉ જણાવી ગયા તે પ્રમાણે સીબીઆઈની તપાસ માટે અપાયેલી સંમતિ પરત ખેંચી ચૂક્યા છે

Top Stories India Mantavya Vishesh

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

જે રીતે સરકારી ખર્ચ અને કામગીરી પર અંકુશ માટે કેગનું મહત્વ છે તે જ રીતે સીબીઆઈનું મહત્વ છે. ગુનાઓ સહિત અનેક પ્રકારના પ્રકરણોની તપાસ ભૂતકાળમાં સીબીઆઈ દ્વારા થતી આવે છે. આજે પણ થાય છે. ઘણીવાર સીબીઆઈ તપાસની માંગણી સામેથી થાય છે. તો અમુક કિસ્સામાં સીબીઆઈની તપાસનો વિરોધ પણ થાય છે. અત્યારે સીબીઆઈની તપાસમાં રાજ્ય સરકારોની સંમતિ છે કે નહિ તેવો સવાલ ઉભો થયો છે.

Mamata vs CBI: Supreme Court to hear CBI's plea tomorrow

રાજ્ય સરકારની સંમતિ વગર કે સહમતિ વગર કોઈ પણ રાજ્યમાં સીબીઆઈની તપાસ થઈ શકે નહીં તેવી વાત પહેલા ઝારખંડે કરી હવે પંજાબ પણ તેમાં જાેડાયું છે. પંજાબના કોઈપણ કેસમાં તપાસ શરૂ કરતા પહેલા સીબીઆઈની તપાસ જરૂરી છે. અગાઉ ડાબેરી શાસિત કેરળ, મમતા બેનરજીના શાસન વાળુ રાજ્ય બંગાળ તેમજ કોંગ્રેસ શાસિત છત્તીસગઢ અને રાજસ્થાન તેમજ શિવસેના શાસિત અને કોંગ્રેસ અને એનસીપીના ટેકાવાળી ઉધ્ધવ ઠાકરેની સરકારે રાજ્ય સરકારોની સંમતિ વગર કોઈપણ તપાસ થઈ શકશે નહી.

CBI transfers 19 officers - The Economic Times

સાથો સાથ આ વિપક્ષ શાસિત રાજ્યોના કેટલાક નેતાોએ તો એવો આક્ષેપ કર્યો છે કે સીબીઆઈનો ઉપયોગ બદલાતી ભાવનાથી અને વિપક્ષી નેતાઓની કારકિર્દી ખત્મ કરવા માટે થઈ રહ્યો છે. સીબીઆઈ સામે સૌથી પહેલી લાલ આંખ પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારે કરી હતી જેને તે વખતે આંધ્રની ભાજપના ગઠબંધનવાળી તત્કાલીન ચંદ્રાબાબુ નાયડુની સરકાર પણ અનુસરી હતી. સુશાંત પ્રકરણમાં મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગયા હતા. ઉત્તર પ્રદેશના બહુ ચર્ચિત હાથરસ બળાત્કાર હત્યા પ્રકરણ એક માસ બાદ સીબીઆઈની તપાસ શરૂ થઈ તે બાબત પણ ચર્ચાનો વિષય બની હતી.

વિવાદ ચાલુ જ છે શમ્યો નથી ત્યાં ગુરૂવારે સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો છે કે કોઈપણ રાજ્યમાં કોઈપણ પ્રકરણ અંગે સીબીઆઈ તપાસ શરૂ કરે તે પહેલા તેને રાજ્યોની સંમતિ લેવી પડશે. આ નિર્ણય રાજ્યની સંધીય ચરિત્રને અનુરૂપ છે. જસ્ટીસ એ.એમ. ખાનવીલકર અને જસ્ટીસ્ટ બી.આર. ગવઈની બનેલી બેંચે ઉત્તર પ્રદેશમાં ફર્ટિકો માર્કેટિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને અનુલક્ષી ચાલતી સીબીઆઈ તપાસ બાબત કહ્યું છે કે સીબીઆઈ દ્વારા તપાસ અને એફ.આર.આઈ. નોંધાવવા બાબતમાં જાે રાજ્યની સંમતિ ન મળે તો તે તપાસને નિષ્ફળ બનાવશે.

CBI to decide on challenging special court verdict after consulting legal department: Counsel- The New Indian Express

સુપ્રિમ કોર્ટે એટલે કે સર્વોચ્ચ અદાલતે બીજી તો ઘણી વાતો કરી છે. સીબીઆઈ તપાસ માટે રાજ્યની સંમતિ અનિવાર્ય હોવાનો સર્વોચ્ચ અદાલતના આદેશ એવે સમયે આવ્યો છે કે જ્યારે આઠ રાજ્યો અગાઉ જણાવી ગયા તે પ્રમાણે સીબીઆઈની તપાસ માટે અપાયેલી સંમતિ પરત ખેંચી ચૂક્યા છે. ભૂતકાળમાં પણ સીબીઆઈની તપાસ બાબત ઘણા વિવાદો થયા છે. ઘણા કિસ્સામાં તો કેન્દ્ર સરકારે કોર્ટનો આશરો લઈ સીબીઆઈની તપાસ શરૂ કરાવી હોવાના દાખલા છે.

India Covid Vaccination Strategy: PM Modi Holds Meet To Review India's Vaccination Strategy

ગુજરાતના મુખ્યમંત્રી પદે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હતા અને ગુજરાતના કેટલાક એન્કાઉન્ટર પ્રકરણ સહિતના પ્રકરણો અંગે સીબીઆઈની તપાસ ચાલતી હતી અને કેટલાક રાજકારણીઓ અને અધિકારીઓ પર તવાઈ આવી હતી તેવે સમયે નરેન્દ્રભાઈએ પણ સીબીઆઈ સામે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અવાજ ઉઠાવ્યો હતો. ૨૦૦૭ અને ૨૦૧૨ના ચૂંટણી પ્રચાર સમયે પણ નરેન્દ્રભાઈ મોદીએ કહેલું કે ભાજપ અને મોદી સામે કોંગ્રેસ નહિં પણ સીબીઆઈ લડે છે.

GST Council to rationalise rates for cellphones, footwear, textiles on March 14

જે રીતે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી અને ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ પણ નોટબંધી અને જીએસટીની ટીકા કરી હતી અને જીએસટીને તો ગબ્બરસિંઘ ટેક્સ તરીકે ઓળખાવ્યો હતો. આ બાબતની ભાજપના નેતાઓ આકરા શબ્દોમાં ટીકા કરતા હતા. જાે કે હરખપદુડા નેતાઓ અને કેટલાક વિશ્લેષકો એ વાત ભૂલી ગયા હતા કે જેતે વખતે નરેન્દ્રભાઈ મોદીએ પણ સીબીઆઈને કોંગ્રેસ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન તરીકે ઓળખાવી હતી.

અત્યારે વિપક્ષો સીબીઆઈની ટીકા કરે છે વિરોધ કરે છે અને જરૂર પડે કાનુની કાર્યવાહી પણ કરે છે. કારણ કે અત્યારે સીબીઆઈની તપાસથી વિપક્ષોના પગ હેઠળ રેલો આવે છે. અત્યારે જે પક્ષ માગ્યા પહેલા પણ સીબીઆઈની તપાસ આપી દે છે અને સાથો સાથ એમ પણ કહે છે કે સીબીઆઈ એક બંધારણીય સ્વાયતતા વાળી તપાસ એજન્સી છે.

સંદીપ બાત્રા હોય કે રવિશંકર પ્રસાદ હોય તેઓ અત્યારે કોઈપણ સરકારી પગલાની જેમ સીબીઆઈની કોઈપણ પ્રકારની તપાસનું સમર્થન કરે છે તો હાલના સંજાેગોમાં કોંગ્રેસના પ્રવક્તાઓ સીબીઆઈ તેમજ આવકવેરા અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા થતી કેટલીક કાર્યવાહીને બદલાની ભાવના પ્રેરિત કાર્યવાહી ગણાવે છે. ભૂતકાળમાં જે ભાષા ભાજપના નેતાઓ બોલતા હતા તે ભાષા અત્યારે કોંગ્રેસના નેતાઓ બોલે છે.

 

ભૂતકાળમાં પણ રાજ્યોની સ્વાયતતા પર તરાપ કે વિરોધી નેતાઓને પરેશાન કે બદનામ કરવા સીબીઆઈનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો થતા હતા. આવા આક્ષેપો કરનારાઓ હાલના સત્તાધારી પક્ષના નેતાઓ જ હતા હવે અત્યારે સીબીઆઈ ઈ.ડી. અને આવકવેરા ખાતુ વિપક્ષના કોઈ વગદાર આગેવાન સામે તપાસ કરે કે દરોડો પાડે ત્યારે એવી વાત થાય છે કે બદલાની ભાવનાથી આ કામગીરી થાય છે.

ટુંકમાં સીબીઆઈ એ જ છે જે ભૂતકાળમાં હતી. સીબીઆઈને કોંગ્રેસ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન કહેવાની વાત મુર્ખ શીરોમણી જેવી હતી તો અત્યારે સીબીઆઈને ભાજપ કે સંઘ પ્રેરિત સંસ્થા છે તેમ કહેવું તે વાત પણ મૂર્ખતાની પરિસીમા સમાન છે.

કોલસા કૌભાંડની તપાસ ચાલતી હતી અને સર્વોચ્ચ અદાલતમાં તે વખતે અરજીઓ થતી હતી. એવા એક પ્રકરણમાં કોર્ટે સીબીઆઈને પઢાવેલો પોપટ કહ્યો હતો તે પણ હકિકત છે. તે વખતે કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું અને વિપક્ષે ભાજપ હતો.  ટુંકમાં ભાજપ હોય કે કોંગ્રેસ સપા હોય કે બસપા, ટીએમસી હોય કે ડાબેરીઓ ડીએમકે હોય કે અન્ના ડીએમકે આ બધાય પક્ષો સીબીઆઈ કેગ ચૂંટણી પંચ ઈ.ડી. જેવી બંધારણીય સંસ્થાઓ અને તેના નિર્ણયો અને પગલાઓને રાજકીય માપદંડથી મૂલવે છે.

Sushant Singh Rajput discussed film on 'ISI, Kasab' a day before his death, had another meeting on June 15: report - bollywood - Hindustan Times

સુશાંત સિંઘ રાજપૂતના કમોત પ્રકરણને ખૂબ ચગાવાયું આત્મહત્યાના લાગતા બનાવને ખૂનમાં ખપાવી દેવા તાયફો થયો. સીબીઆઈ તપાસમાં આ બનાવ આત્મહત્યાનો હોવાનું બહાર આવ્યું છે. હાથરસ પ્રકરણની એફ.આઈ.આર. નોંધવામાં અને સગીરા પર બળાત્કાર થયો છે કે નહિં તે નક્કી કરવામાં યુપી પોલીસ મોડી પડી હતી તેવી જ રીતે આ વખતે સીબીઆઈ પણ ઘણી મોડી પડી છે.

સીબીઆઈ પોતાની તપાસનો જે કોઈ નિષ્કર્ષ આપે તે કદાચ યુપી સરકાર સ્વીકારી લેશે પણ જાે બળાત્કાર થયો નથી તેવી વાત સીબીઆઈ કહેશે તો વિપક્ષો અને સદરહુ સગીરા કે યુવતિના પરિવારજનો નહિ માને તે પણ હકિકત છે.

આ બધા વિવાદ વચ્ચે કોર્ટે સીબીઆઈને તપાસ માટે રાજ્યોના કોઈપણ પ્રકરણ અંગે તપાસ રાજ્યની સંમતિ વગર થઈ શકશે નહિ તેવો જે આદેશ કે ચૂકાદો આપ્યો છે અને રાજ્યોની મંજુરી બંધારણની ભાવના પ્રમાણે પણ આવી પરવાના લેવી જ પડશે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ સુપ્રિમ કોર્ટના આ આદેશને ક્યા માપદંડથી નિહાળે છે તેની રાહ જાેવાઈ રહી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી  મોબાઇલ એપ્લિકેશન….