Rajkot/ રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, કહ્યું, આ ઘટના સ્વીકાર્ય નથી,

રાજ્યમાં એક બાજુ કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો તો બીજી તરફ રાજ્યમાં કોરોનાની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.

Top Stories Gujarat Rajkot
a 226 રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, કહ્યું, આ ઘટના સ્વીકાર્ય નથી,

રાજ્યમાં એક બાજુ કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો તો બીજી તરફ રાજ્યમાં કોરોનાની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગત રાત્રે રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વિભાગમાં આગ લાગવાની એક મોટી ઘટના સામે આવી છે.

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાથી 5 દર્દી જીવતા ભુંજાયા હતા, ત્યારબાદ હવે આ ઘટનાની નોંધ સુપ્રીમ કોર્ટે લીધી છે. સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી છે અને કહ્યુ કે, આ અત્યંત આઘાતજનક ઘટના છે, જે અસ્વીકાર્ય છે, જવાબદાર સામે કાર્યવાહી થવી જોઇએ.

આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, રાજકોટ હોસ્પિટલમાં આગની દૂર્ઘટનામાં 5 કોવિડ-19 દર્દીઓના મોત આઘાતજનક છે અને આ ઘટનાની તપાસ થાય અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવે એટલા પુરતૂ મર્યાદિત ના હોવુ જોઇએ. ગુજરાત સરકારે તેનો જવાબ આપવો પડશે અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઇએ. સાથે સાથે સુપ્રીમ કોર્ટે આ ઘટના અંગે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…