Not Set/ કફ અને ગળામાં થતો દુખાવો મટાડશે આ જડીબુટ્ટી સમાન પીણું

શું તમને પણ ઘણી વખત ગળા અને છાતીમાં કંઈક જામેલું છે એવું અનુભવાય છે? શું તમને શ્વાસ લેવામાં તકલીફ અને સતત છીંકો આવે છે? આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. સાથે જ નાક વહેવી અને તાવ આવવો પણ આ સમસ્યાના પ્રમુખ લક્ષણ છે. આમ તો જામેલો કફ એટલો ખતરનાક નથી હોતો પરંતુ જો તે […]

Health & Fitness Lifestyle

શું તમને પણ ઘણી વખત ગળા અને છાતીમાં કંઈક જામેલું છે એવું અનુભવાય છે? શું તમને શ્વાસ લેવામાં તકલીફ અને સતત છીંકો આવે છે? આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. સાથે જ નાક વહેવી અને તાવ આવવો પણ આ સમસ્યાના પ્રમુખ લક્ષણ છે. આમ તો જામેલો કફ એટલો ખતરનાક નથી હોતો પરંતુ જો તે લાંબા સમય સુધી રહે તો તેના કારણે શ્વાસ સંબંધી બીમારી અને અન્ય કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે અને સાથે વ્યક્તિને બહુ તકલીફ ભોગવવી પડે છે.

કફ જમા થવાના ઘણાં બધાં કારણો હોઈ શકે છે જેમ કે શરદી, ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન, સાયનસ, વધુ પડતી સ્મોકિંગ વગેરે. આ એવી સમસ્યા છે જેના માટે ક્યારેય દવાઓનું સેવન કરવાની જરૂર નથી હોતી પરંતુ ઘરે જ કેટલાક સરળ નુસખા કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ તમને આવો જ એક સરળ ઉપાય જણાવીએ.

મીઠાના પાણીના કોગળા કરવા- મીઠાવાળા પાણીના કોગળા એક પ્રાચીન અને દમદાર ઉપાય છે. તેના માટે એક ગ્લાસ નવશેકું પાણી લેવું અને તેમાં એક ચમચી મીઠું નાખીને તેને સરખું મિક્ષ કરી લેવું.

1,731 – Gargling Salt Water | Greatest. Idea. Ever.

હવે તમારા ગળાને પાછળ તરફ લઈ જઈને આ પાણી મોંમાં ભરીને તેના ધીરે-ધીરે કોગળા કરવા. આ પાણીને ગળી ન જવું. કોગળા કરીને પાણી બહાર કાઢી દેવું. થોડીકવાર સુધી ગળામાં આ પાણી રાખીને તેના કોગળા કરવાથી ચોક્કસપણે તમને ફાયદો થશે અને ગળામાં જામેલો કફ છુટો પડશે. આવું દિવસમાં ત્રણવાર થોડાક દિવસ સુધી કરવુ.

5 Reasons to drink hot water - Tami Services

લેમન ટી- લીંબુ સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી છે તેનું વર્ણન આપણા પ્રાચીન ગ્રંથો અને આયુર્વેદમાં સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે અને મોટાભાગના લોકો લીંબૂના ફાયદા જાણે પણ છે.

Lemon Tea – The Indian Tea Cup

લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ અને મધમાં રહેલું એન્ટિસેપ્ટિક તત્વ જામેલા કફની સમસ્યાને દૂર કરવા માટે અને ગળામાં થતાં દુઃખાવાને દૂર કરવામાં લાભકારી સિદ્ધ થાય છે.

Using NMR to Differentiate Adulterated Honey from Natural Honey

તે. માટે બ્લેક ટી બનાવવી અને તેમાં એક ચમચી તાજા લીંબૂનો રસ નાખવો ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરવું અને આ ટીનું સેવન કરવું. થોડાક દિવસ સુધી આ રીતે સેવન કરવાથી તમારા ગળા અને છાતીમાં જમા થયેલો કફ સાફ થવા લાગશે.

હળદરનો ઉપચાર- જામેલા કફની સમસ્યા માટે હળદરનો પ્રયોગ એક પ્રભાવશાળી ઉપાય છે. હળદર એક શ્રેષ્ટ એન્ટીસેપ્ટિક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં છે સાથે જ કકર્યૂમિન પણ હોય છે જે શરીરની ઘણી બધી આંતરિક અને બાહ્ય સમસ્યાઓમાં ફાયદો કરે છે.

Drinking Turmeric Water For Fair Skin: The Amazing Health Benefits

એક ગ્લાસ ગરમ દૂધમાં હડદર અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર મિક્ષ કરો. હવે તેમાં એક ચમચી મધ પણ નાખો. આ દૂધનું રોજ સેવન કરવાથી થોડાક જ દિવસમાં છાતી અને ગળામાં જામેલો કફ સાફ થઈ જશે.

Turmeric Kadha For Immunity: 5 Recipes You Must Know - 24 Mantra Organic


આ પણ વાંચો- Investment / આ 2 સરકારી સ્કીમોમાં પૈસા રોકીને કમાવી શકો છો શ્રેષ્ઠ વ્યાજ
આ પણ વાંચો- અખરોટને પલાળીને ખાવાના ફાયદા, કંટ્રોલમાં આવી જશે આટલી તકલીફો
આ પણ વાંચો-  Photo: ગુણોથી ભરપૂર ‘લીલી હળદર’ ખાવાના ફાયદા

આ પણ વાંચો- Recipe: મહેસાણાનું પ્રખ્યાત લીલી હળદરનું ધમધમતું શાક, મોં થશે ચોખ્ખું
આ પણ વાંચો- Health / સતત રહેતો માથાનો દુખાવો આ રીતે મટાડશો
આ પણ વાંચો- 
Weightloss / વજન ઘટાડવા આ સમયે કરો 1 ચમચી અળસીનો ઉપયોગ

આ પણ વાંચો- શરદી-ઉધરસ મટાડવા રાત્રે સુતા પહેલા ગરમ પાણીમાં આ ચીજ ભેળવીને પીઓ
આ પણ વાંચો- Health / બાજરી ખાઈને આ રીતે ઘટાડો વજન, જાણો આવા 8 ફાયદા
આ પણ વાંચો- Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો- Health / તુલસીના પાનથી આ રીતે કરો પથરીથી લઈ ડેન્ગ્યૂ સુધીના આટલો રોગોનો ઈલાજ