Not Set/ વેક્સિનેશન અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ

કોવિડ-૧૯ રસી ઉપલબ્ધ થવા સાથે શક્ય તેટલી વહેલી તકે અસરકારક રીતે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં પણ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી. કોવિડ-૧૯ની રસી તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે.

Gujarat Others
  • વેક્સિનના સંગ્રહ, પરિવહન, વિતરણ તેમજ રસીકરણ કેન્દ્રો સહિતના પૂર્વ આયોજન અંગે સૂચના આપી

@મોહસીન દાલ, ગોધરા.

કોવિડ-૧૯ રસી ઉપલબ્ધ થવા સાથે શક્ય તેટલી વહેલી તકે અસરકારક રીતે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં પણ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી. કોવિડ-૧૯ની રસી તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે. ત્યારે રસી ઉપલબ્ધ થયે જિલ્લામાં તેના સંગ્રહ, પરિવહન અને વિતરણ ની વ્યવસ્થાઓ-સંસાધનોની પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા સમાહર્તાએ વિગતવાર માહિતી મેળવી સૂચના આપી હતી.

તેમણે કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ સિસ્ટમ, સંગ્રહ ક્ષમતા, વેક્સિન કેરિયર, કોલ્ડ બોક્સ, આઈએલઆર સહિતની વ્યવસ્થાઓ આવશ્યક પ્રમાણમાં ઉપલબ્ધ કરવાના પૂર્વ આયોજન અંગે સૂચના આપી હતી. પ્રથમ તબક્કામાં હેલ્થકેર પ્રોવાઈડર્સને રસી આપવાની છે ત્યારે માર્ગદર્શિકા અનુસાર જિલ્લામાં કાર્યરત તમામ સરકારી- ખાનગી સ્વાસ્થ્યકર્મીઓના ડેટા એકત્રીકરણની કામગીરી વિશે તેમણે સૂક્ષ્મ વિગતો મેળવી એક પણ સ્વાસ્થ્યકર્મી રહી ન જાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને કલેક્ટરે નિર્દેશ આપ્યા હતા.

જિલ્લાના તમામ વર્ગના લોકો રસીકરણની ઝુંબેશમાં જોડાઈને પોતાની જાતને સુરક્ષિત કરે તે માટે સ્થાનિક સામાજિક-ધાર્મિક અગ્રણીઓ સાથે બેઠક કરી લોકોમાં આ અંગે વિધાયક વાતાવરણ સર્જવા તેમજ વેક્સિનેશન કેમ્પ યોજી શકાય તેવા સ્થળો આઈડેન્ટીફાય કરવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. વેક્સીન જેમણે આપવાની થશે તેવા વેક્સિનેટર્સની તાલીમ ઉપરથી આવતા નિર્દેશો અનુસાર કોઈ ભૂલ વગર યોજાય તે સુનિશ્ચિત કરવા તેમણે સૂચના આપી હતી. બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. રાઠોડ, તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, સિવિલ સર્જન, કોવિડ કામગીરીમાં રોકાયેલ તમામ નોડલ અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…