Not Set/ બેન્કના એટીએમ સાથે ચેડા કરીને ઉચાપત, આંતરરાજ્ય ગેંગના બેની ધરપકડ

જો તમે બેંકના એટીએમનો ઉપયોગ કરી રહ્યા હોય તો સાવધાન થઈ જજો, એટીએમની અંદર નાણાંની લેવડદેવડ કરવા માંગતા હોય અને નાણાં ઉપડે નહીં ત્યારે કોઈઅજાણ્યા શખ્સોના હાથમાં એટીએમ કાર્ડ

Gujarat Others

જો તમે બેંકના એટીએમનો ઉપયોગ કરી રહ્યા હોય તો સાવધાન થઈ જજો, એટીએમની અંદર નાણાંની લેવડદેવડ કરવા માંગતા હોય અને નાણાં ઉપડે નહીં ત્યારે કોઈઅજાણ્યા શખ્સોના હાથમાં એટીએમ કાર્ડ આપવું નહીં ઘણી વખત અજાણ્યા શખ્શો દ્વારા એટીએમની અંદર નાણાની ઉચાપત કરવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ગાંધીનગર પોલીસે એટીએમની અંદર નાણાંની ઉચાપત કરતી આંતરરાજય ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે.

Curfew / અટકળોને પૂર્ણવિરામ : રાજકોટ, અમદાવાદ,વડોદરા અને સુરતમાં રાત્…

ગાંધીનગર પોલીસ અધિકારીઓએ ઉત્તરપ્રદેશના રહેવાસી અશ્વિની નિશાદ અને કિશન નિશાદની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા બન્ને આરોપીની એટીએમમાં જઈ નાણાંની ઉચાપત કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે બન્ને આરોપી ઉત્તર પ્રદેશમાં રહી પોતાના સગા સંબંધીઓના એટીએમ તફડાવીને ગુજરાત તેમજ અન્ય રાજ્યના શહેરમાં આવેલા એટીએમમાં યોજનાબદ્ધ રીતે નાણાંની ઉચાપત કરતા હતા.ગાંધીનગર પોલીસે તપાસ કરતા આરોપીએ કબૂલાત કરી છે આ સમગ્ર ગુનામાં પોતાના મિત્ર વર્તુળના એટીએમ કાર્ડ લઈ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યમાં જતા હતા અને તેઓ એટીએમ મશીન સાથે ચેડાં કરી અંદર રહેલા નાણાં ઉઠાવી લેતા હતા અને ત્યારબાદ પોતાના વતન ઉત્તર પ્રદેશમાં જઈ ત્યાંની બેંકમાં ફરિયાદ કરતા હતા કે અમારા નાણાંનું ટ્રાન્જેક્શન થયું નથી. સાથે જ તે નાણાં રીફન્ડ માંગી નાણાંની ઉચાપત કરતા હતા.

surat: B.COM છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જી…

આ પ્રકારનો કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો કે થોડા સમય અગાઉ ગાંધીનગરના સેકટર 23માં શોપિંગ સેન્ટરમાં આવેલા અરતાએમમાં અજાણ્યા શખ્સો ગુનાહિત કૃત્ય કરતા હોવાની એલસીબીને જાણ થઈ હતી. જેથી બન્નેને ઘટના સ્થળે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ જ આંતરરાજ્ય ગેંગના સભ્યોની વર્ષ 2019માં ગાંધીનગર પોલીસ દ્વારા 3 આરોપીઓની 56 અરતાએમ કાર્ડ સાથે ધરપકડ કરી હતી. ત્યારે હાલ એલસીબીએ બન્ને આરોપીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

closed: આ કારણથી સોમવારે હાઇકોર્ટ સહિત તમામ કોર્ટ બંધ રહેશે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…