Not Set/ ગોળમાં ગરબડી, ધંધામાં ઘટાડો, ગેરકાયદે ગોળનાં વેપલાએ પણ પહોંચાડ્યો છે ફટકો

સમગ્ર ગુજરાતમાં દેશી ગોળનું સૌથી માતબર ઉત્પાદન ગીર સોમનાથ જિલ્લામાં થાય છે.ખાસ કરીને તાલાળા, કોડીનાર અને ઉના તાલુકામાં ઉત્કૃષ્ટ ગોળ બને છે. જોકે આ વર્ષે શેરડીના ભાવને લઇ ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે. 

Gujarat Others

સમગ્ર ગુજરાતમાં દેશી ગોળનું સૌથી માતબર ઉત્પાદન ગીર સોમનાથ જિલ્લામાં થાય છે.ખાસ કરીને તાલાળા, કોડીનાર અને ઉના તાલુકામાં ઉત્કૃષ્ટ ગોળ બને છે. જોકે આ વર્ષે શેરડીના ભાવને લઇ ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે.

  • ગોળમાં ગરબડી, ધંધામાં ઘટાડો
  • ગીર સોમનાથના ગોળ ઉદ્યોગને મોટી અસર
  • સુગર મીલો થઇ રહી છે બંધ
  • શેરડીના ભાવોમાં ધરખમ ઘટાડો
  • ગેરકાયદે ગોળના વેપલાએ પણ પહોંચાડ્યો છે ફટકો

આ સિઝનમાં ગીર સોમનાથ જિલ્લાનાં ગોળનાં રાબડાઓનાં દ્રશ્યો અદભૂત હોય છે. ગીર સોમનાથ તેના દેશી ગોળ માટે પ્રખ્યાત છે. જોકે હાલ આ ધંધાને માઠી અસર પહોંચી છે. જેના અનેક કારણો સામે આવ્યા છે. જેમાં ઉના, તાલાલા અને કોડીનાર ની બંધ થઇ રહેલી સુગર મિલો પણ જવાબદાર છે. તો બીજીતરફ ખેડૂતોની શેરડીનાં ભાવમાં ભારે ઘટાડો નોંધાતા પણ ગોળ ઉદ્યોગને અસર પહોંચી છે.

જોકે અહીંના ખેડૂતોએ 100 જેટલા ગોળનાં રાબડાઓ ધમધમતા કરી પોતાની અને અન્ય ખેડૂતોની શેરડીનું પિલાણ શરૂ કર્યું છે. પરંતુ હવે ખેડૂતો એ ગોળ ના રાબડાઓ બનાવી શેરડી પિલવાનું શરૂ તો કર્યું છે પણ અન્ય રાજ્યોનો અખાદ્ય ગોળ રાજ્યમાં ગેરકાનૂની રીતે ઘુસાડાતો હોવાના કારણે ગોળનાં ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. જે ઘાટ કરતા ઘડામણ સ્થાનિક વેપારીઓ માટે કરી રહ્યો છે.

  • કોરોનાને કારણે મજૂરો થયા ગાયબ
  • ખેતરના ઉભા પાકને કાપણી માટે નથી મળતા મજૂર
  • પોષણક્ષમ ભાવ ન મળતા પણ શેરડીનો ખેડૂત પરેશાન

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા કોડીનારમાં મોટા પ્રમાણમાં શેરડી નું વાવેતર થાય છે જેના કારણે અહીં ત્રણ શુગર મિલ એક સમયે ધમધમતી હતી જો કે તમામ સુગર મિલો હાલ બન્ધ હાલતમાં છે, તો સુગર મિલો બન્ધ થતા ગીર પંથકમાં 100 થી પણ વધારે રાબડાઓ શરૂ થયા છે. ખેડૂતો ના કહેવા મુજબ એક ટન શેરડી નો ભાવ હાલ 1800 રૂપિયા બોલાઇ રહ્યો છે. અને એક વિઘો શેરડી પકવવા મા અમને 15 થી 20 હજાર નો ખર્ચ લાગે છે, જે છેલ્લા માંડ 10થી 20 હજાર સુધીનો નફો ખેડૂતને આપે છે.

બીજી તરફ રાબડા માલિકો નું કહેવું છે કે ગોળના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ગોળ ના ડબ્બે 150 થી 200 રૂપિયા ભાવ ઘટયા છે અમે ખેડૂતો ને 2200 રૂપિયા ભાવ આપવાની ઈચ્છા હતી પરંતુ ગોળના ભાવ તૂટયા છે અન્ય રાજ્ય નો અખાદ્ય ગોળ ગુજરાતમાં મોટા પ્રમાણ મા ઘુસી રહ્યો છે જેના કારણે ગોળના ભાવ તુટયા છે.

  • સખત મહેનતના અંતે રાબડા માલિક અને ખેડૂત પરેશાન
  • ઉચ્ચ કોટીના ગોળના યોગ્ય ભાવ ન મળતા નિરાશા

ગિરનો ગોળ ઉત્કૃષ્ટ કક્ષા નો બને છે.ગીરની ધરતીમા જ અદભુત તાકાત છે.અહીં ઉત્તમ કક્ષાની શેરડી વિપુલ માત્રામાં પાકે છે. ગીરના ગોળ માંથી આયર્ન, વિટામિન, ગ્લુકોઝ, કેલ્શિયમ સહિત જીવન રક્ષક અનેક ઘટકો મળી રહે છે. આયુર્વેદની અનેક ઔષધિઓ માં ગીરના દેશી ગોળનો ઉપયોગ કરવામાં આવે છે.ખાસ કરીને શિયાળામાં આ ગોળનું વિવિધ રીતે સેવન કરવાથી વર્ષ આખું શરીર તંદુરસ્ત રહે છે.
ભરતસિંહ જાદવ બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ ગિર સોમનાથ

જુઓ આ વીડિયો અહેવાલ – ગોળમાં ગરબડી, ધંધામાં ઘટાડો

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…