Morabi/ કારખાનામાં આવેલી ઓરડીમાં જુગાર રમતા અડધો ડઝન લોકો ઝડપાયા

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ફીયા સિરામિક કારખાનાની મજૂરોની ઓરડીમાં રમાતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો કરી ૬ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજા તથા પી એસ આઈ એન બી ડાભીની […]

Gujarat Others

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ફીયા સિરામિક કારખાનાની મજૂરોની ઓરડીમાં રમાતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો કરી ૬ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજા તથા પી એસ આઈ એન બી ડાભીની સુચનાથી પેટ્રોલીગ ફર્લો સ્કવોડના સહદેવસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજાને બાતમી મળેલ કે દીપકભાઈ સુંદરજીભાઈ પટેલ રહે-ધુનડા રોડ રવાપર રેસીડન્સી વાળા ફીયા સિરામિકમાં મજુરોની ઓરડીમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ત્યાં જુગાર રમતા દીપકભાઈ સુંદરજીભાઈ પેથાપરા, હાર્દિકભાઈ મનસુખભાઈ ધમાસણા, પ્રહલાદભાઈ મનજીભાઈ કાલરીયા, નિર્મલભાઈ વિરાભાઈ કાનગડ, નીલેશભાઈ કાનજીભાઈ ધમાસણા અને દીપકભાઈ પ્રભુદાસભાઈ ગણાત્રાને રોકડ રકમ ૧,૧૫,૦૦૦ અને મોબાઈલ નંગ-૬ કીમત રૂ,૩૫૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ એન બી ડાભી, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, સતીશભાઈ કાંજીયા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડા સહિતની ટીમે કરેલ છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો