fire safety/ રાજકોટમાં તંત્ર હરકતમાં, 9 હોસ્પિટલ સહિત 46 સંકુલોને ફાયરસેફ્ટી નોટીસ

એક તરફ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઊધડો લેતાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ 328 કોવિડ હોસ્પિટલ માં શા માટે ફાયર સેફ્ટીની સુવિધા નથી. ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદ નિકોલ

Top Stories Gujarat Rajkot
rmc

એક તરફ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઊધડો લેતાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ 328 કોવિડ હોસ્પિટલ માં શા માટે ફાયર સેફ્ટીની સુવિધા નથી. ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદ નિકોલ હોસ્પિટલમાં આગજનીની ઘટના બન્યા બાદ સુપ્રીમ કોર્ટે સુઓમોટો કરી અને કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે સરકારને પૂછપરછ કરી હતી. રાજ્ય સરકારની ફાયરસેફ્ટી કમીટીની દ્વારા માત્ર તપાસ ચાલી રહી છે જેમા 214 પ્રાઇવેટ હોસ્પિટલ માંથી માત્ર 62 પાસે જ સેફટી રિપોર્ટ છે એવું સુપ્રીમે જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુએ રાજકોટમાં વધુ 9 સહિત 46 જેટલી સંકુલોમાં ફાયર સેફ્ટીના એન.ઓ.સી રીન્યુ કરવા માટે નોટિસ ફટકારી હતી.

ગોંડલ / 12 વર્ષના ટેણિયાનો કમાલ, 100 સેકન્ડમાં 100 ભાગાકારનો પડકાર…

હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સરકારની વિવિધ હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીના મામલે પૂછપરછ બાદ સરકાર સહિત સ્થાનિક તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. રાજકોટ મહાનગર પાલિકા તંત્ર દ્વારા રાજકોટમાં આજે વધુ 9 સહિત 46 સંકુલોને ફાયર એનઓસી રીન્યુ કરવા માટે નોટિસ ફટકારી હતી.આ અંગે ચીફ ફાયર ઓફિસરએ વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, આજે ગોકુલ હોસ્પિટલ-લાખના બંગલા પાસે, ઓમ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ-લાખના બંગલા પાસે, સ્ટાર કેર હોસ્પિટલ-જ્યોતિનગર કાલાવડ રોડ, ડો.નિલા મોહિલેની હોસ્પિટલ-17 પંચનાથ પ્લોટ, મંગલમ્ મેટરનિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ-4 પંચનાથ પ્લોટ, પરમ હોસ્પિટલ-લોધાવાડ પોલીસ ચોકી પાસે, આશીવર્દિ પ્રસૂતિ ગૃહ-અમિન માર્ગ, પાયલ ડેરી સામે, ડો.રંગાણીની હોસ્પિટલ-બિગબજાર પાછળ, 150 ફૂટ રિંગરોડ, મા શારદા ચાઈલ્ડ કેર પ્રા.લિ.-1 રાજનગર સોસાયટી, નાનામવા મેઈન રોડ સહિત 9 હોસ્પિટલોને તેમના ફાયર એનઓસી રિન્યુ કરાવી લેવા માટે હોસ્પિટલની સ્થળ તપાસ કરીને નોટિસ ફટકારવામાં આવી હતી.

PM MODI / દિલ્હીમાં વિપક્ષ ખેડૂતોને ભ્રમિત કરી રહ્યો છે, પરંતુ અમે શંક…

આ ઉપરાંત નક્ષત્ર ટાવર, પ્રસમ બિલ્ડિંગ, પ્રિન્સ પેલેસ, નંદનવન બિલ્ડિંગ, નંદ નિકેતન, કિંગ લેન્ડ ટાવર, પાંચાલી એપાર્ટમેન્ટ, પેન્ટાગોન ટાવર, ઓસ્કાર, ઓમેગા ટાવર, મિલ્સ ગ્રીન વૂડ, જાગૃતિ દીપ હાઈટ્સ, નંદનિકેતન, ઓસ્કાર સિટી, ઓસ્કાર ટાવર્સ, પવન એપાર્ટમેન્ટ, મંગલ શાંતિ, મારુતિ મેનોર, મંગલ ભૂવન, મહારાજા, તનિષ્ક એ અને બી, મંગલમૂર્તિ, શ્રીમંગલમ્, હેવલોપ ટાવર, દ્વારીકા હિલ્સ, ડેકોરો ઉત્સવ-એ, ડેકોરા ઉત્સવ-બી, હોટેલ ક્રિસ્ટલ, મિન્ટ હોટેલ, હોટેલ પાર્ક વ્યૂ, કેપિટલ હોટેલ, રાધા મીરા હોટેલ, હોટેલ મેટ્રો, હોટેલ હરિઓમ અને તલસાણિયા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ સહિત કુલ 46ને તેમના ફાયર એનઓસી રિન્યુ કરાવવા માટે નોટિસ આપવામાં આવી છે.

KBC / ભરૂચનું ગૌરવ ..!! 14 વર્ષીય બાળક કેબીસીમાં જીત્યો આટલી મોટી …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…