@રવિ નિમાવત, મંતવ્ય ન્યૂઝ-મોરબી
ટંકારાની મીતાણા ચોકડીથી એક યુવતીને રાજકોટ જવું હોય જેથી બાઈકચાલક પાસે લીફ્ટ માંગી હતી જોકે લીફ્ટ આપનાર યુવાનમાં હવસનો કીડો જાગ્યો હતો અને યુવતીને વાડીએ લઇ જઈને મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ચકચારી બનાવની મળતી માહિતી મુજબ રાજકોટની રહેવાસી યુવતી મીતાણા ચોકડીએ રાજકોટ જવા માટે વાહન મળે તેની રાહ જોઈ રહી હોય દરમિયાન ઉર્વેશ પટેલ નામનો બૈલ ચાલક પસાર થતા તેની પાસે લીફ્ટ માંગી હતી અને યુવાને લીફ્ટ આપી હતી જોકે યુવતીને રાજકોટ લઇ જવાને બદલે યુવાનની દાનત બગડી હતી.
જે યુવતીને બાઈકમાં બેસાડી મીતાણા ગામની સીમમાં વાડીએ લઇ ગયો હતો જ્યાં યુવતી સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જેથી ભોગ બનનાર યુવતી ટંકારા પોલીસ મથક પહોંચી હતી અને સમગ્ર આપવીતી વર્ણવી હતી ટંકારા પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે તેમજ દુષ્કર્મનો આરોપી પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી પણ સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે.
મામી સાથે પ્રેમ હોવાથી મામાએ જ દારૂ પીવડાવીને ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ
સુરત સમગ્ર ગુજરાતમાં પ્રથમ પેપર લેસ પદ્ધતિ પર કાર્ય કરતું મહાનગર પાલિકા
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, કડીના યુવક પર લૂંટના ઇરાદે કર્યો હુમલો
સુરત : 11 માળની બિલ્ડિંગ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, સુસાઇડ પહેલા કર્યું કઇંક આવું કે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
