કોરોનાકાળમાં જ્યા સમગ્ર વિશ્વ આજે તબીબોનાં કામને બીરદાવી રહ્યુ છે, જેઓ ફ્રન્ટલાઇન વોરિયર બનીને સતત કોરોનાનાં દર્દીઓની સેવા કરી તેમને ઠીક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ વચ્ચે ઘણા એવા પણ સમાચાર સામે આવે છે જે ઘણીવાર તમને મોટો ઝટકો આપી શકે છે. જેેમકે આવા મહામારીનાં સમયમાં બનાસકાંઠા ડુગરોલ ગામેથી બોગસ તબીબી ઝડપાયો છે.
આપને જણાવી દઇએ કે, બનાસકાંઠા ડુગડોલ ગામેથી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો છે. મળી રહેલી માહિતી અનુસાર, આ બોગસ તબીબ ક્લિનિકમાંથી ગેરકાયદેસર દવાઓનો જથ્થો જપ્ત કરતો હતો. આ અંગે હવે આરોગ્ય વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
