આજે સૌરવ ગાંગુલી-જય શાહની ટીમ વચ્ચે રમાશે મેચ
ફ્રેન્ડલી ઉદઘાટન મેચ રમવામાં આવશે
મોટેરા સ્ટેડીયમ ખાતે બંનેની ટીમ વચ્ચે રમાશે મેચ
ફલડ લાઇટનું પરીક્ષણ કરાય તેવી શકયતા
24મી ડિસે.અમદાવાદમાં BCCIની AGM મળશે
મોટેરા વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ
વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદનાં મોટેરામાં આવેલુ છે, જે આપણા માટે એક ગર્વ લેવા જેવી બાબત છે. આપને જણાવી દઇએ કે, અહી આજે આજે સૌરવ ગાંગુલી-જય શાહની ટીમ વચ્ચે મેચ રમાવાની છે.

જણાવી દઇએ કકે, સૌરવ ગાંગુલી અને જય શાહની ટીમ વચ્ચે ફ્રેન્ડલી ઉદ્ઘાટન મેચ રમાશે. વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે આ બંનેની ટીમ વચ્ચે મેચ રમાશે. આ સાથે અહી ફ્લડ લાઇટનું પણ પરિક્ષણ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે. આ મૈત્રીપૂર્ણ મેચ માટે બીસીસીઆઈને બે ટીમોમાં વહેંચવામાં આવશે. જ્યારે એક ટીમનો કેપ્ટન સૌરવ ગાંગુલી પોતે રહેશે, જ્યારે બીજી ટીમનું નેતૃત્વ બીસીસીઆઈનાં સેક્રેટરી જય શાહ કરશે. 23 ડિસેમ્બર (બુધવારે) એટલે કે આજે આ મેચ યોજાશે અને તેના રેફરી રાજીવ શુક્લા રહેશે.

આ મહિનાની 24 તારીખનાં રોજ અમદાવાદમાં બીસીસીઆઇની AGM મળવાની છે. તે પહેલા આ ફ્રેન્ડલી મેચ રમાશે. આપને જણાવી દઇએ કે, ફેબ્રુઆરી મહિનામાં મોટેરામાં સ્થિત નવા ક્રિકેટ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની છે. જ્યા ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
ઉલ્લેખનીય છે કે, મોટેરા સ્ટેડિયમને એખ નવા રૂપ રંગ સાથે ફરીથી બનાવવામાં આવ્યું છે અને હવે તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જ્યાં 1 લાખથી વધુ લોકો એક સાથે બેસીને ક્રિકેટની મજા માણી શકે છે. જો કે, કોવિડ-19 ને કારણે આ મેદાન પર હજી સુધી કોઈ આંતરરાષ્ટ્રીય કે ઘરેલું મેચ રમવામાં આવી નથી અને જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાત લેશે ત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
Cricket / IPL 2021 માં જાણો કેટલી ટીમો લેશે ભાગ, ક્યારે થશે નિર્ણય!…
Cricket / CSK નાં આ પૂર્વ ખેલાડીએ ક્રિકેટનાં દરેક ફોર્મેટમાંથી લીધો સં…
Cricket / સર ડોન બ્રેડમેનની ડેબ્યૂ ટેસ્ટ કેપ આટલા કરોડમાં વેચાઇ, ભાવ ત…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
