Covid-19/ અમદાવાદ સિવિલ હોસ્પીટલનો સ્ટાફ કોરોના સાથે અન્ય વિવિધ મોરચે પણ લડી રહ્યો છે, આવો જાણીએ…

અમદાવાદ સિવિલ હોસ્પીટલનો સ્ટાફ કોરોના સાથે અન્ય વિવિધ મોરચે પણ લડી રહ્યો છે, આવો જાણીએ…

Top Stories Ahmedabad Gujarat

@ માનસી પટેલ , મંતવ્ય ન્યૂઝ,  અમદાવાદ

ફ્રન્ટલાઇન વોરિયર્સ, આ શબ્દ આપણે મોટાભાગે યુદ્ધ લડતા સૈનિકો માટે જ સાંભળ્યો હતો. જોકે હવે આ ખાસ શબ્દ સામાન્ય થઇ ગયો છે અને વોરિયર્સની પરિભાષામાં કોર્પોરેશનના કર્મચારી, પોલીસ, તથા તબીબોનો પણ સમાવેશ થાય છે. આજે આપણે વાત કરીશું તબીબોની કોરોના સામેની જંગની,  જ્યાં સવારે સાતથી લઇ રાત્રે 10 કલાક સુધી સતત ફરજ અદા કરે છે.

કોરોના કાળમાં દર્દીઓની સેવા કરતા ડોકટર્સ સામે અનેક પડકાર હોય છે. માનસિક રીતે ભાંગી પડેલા દર્દીને સાજા કરવાથી લઈ પોતાને પણ કોરોનાનો ચેપ ન લાગે તેનું ધ્યાન રાખવાનું હોય છે. કોરોનાના કારણે માનસિક રીતે ભાંગી પડેલા દર્દીઓનો સહારો અમદાવાદ સિવિલના ડોક્ટર્સ બન્યા છે. આવા દર્દીઓનું ડોક્ટર્સ દ્વારા સતત કાઉન્સેલિંગ કરવામાં આવે છે.  ડોક્ટર્સ દ્વારા દર્દીઓની સારવાર સાથે સંતાન બનીને સેવા કરવામાં આવે છે.  જ્યારે કોરોના કોરોના વોર્ડમાં દર્દી આવે છે ત્યારે તેની માનસિક સ્થિતિ ખરાબ હોય છે અને આવા સમયે દર્દીની માનસિક સ્થિતિની સાથે કોરોના સામેનો જંગ આસાન નથી હોતો.

Kutchh / ગામડાઓના વિકાસ પર મૂકાઇ રહ્યો છે ભાર, મોટી ભુજપર વિકાસનું છે…

કોરોના કાળમાં ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફની અથાગ મહેનત અને કામગીરીથી અનેક દર્દીઓ સાજા થઈને પોતાના પરિવાર પાસે ગયા છે.  ડાયટ સ્ટાફ કર્મચારીની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે.  જે સતત સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. કોરોના દર્દીઓ માટે દવાઓ જેટલી અસર કરે છે તેટલી જ જરૂરિયાત સારા ડાયટની પણ છે.  કોરોના દર્દીઓને દિવસમાં 10 વખત અલગ અલગ પ્રકારનું ડાયટ આપવામાં આવે છે.

  • દર્દીઓને અપાય છે ડાયટ પ્રમાણેનો આહાર
  • ખાનગી રેસ્ટોરન્ટને અપાયો છે કોન્ટ્રાક્ટ
  • ઉંમર પ્રમાણે દર્દીઓ માટે ખાસ દર્દીઓ

કોરોના દરમિયાન ઘણા દર્દીઓ મોટી ઉંમરના આવે છે. જેમને ચાવવાની તકલીફ હોય જેના માટે અલગ ડાયટ તૈયાર કરવામાં આવે છે તો ઘણા દર્દીઓ વધારે ક્રિટીકલ હોય તો તેના માટે જ્યુસ નું ડાયટ તૈયાર કરી આપવામાં આવે છે. આમ કોરોના સામેની લડાઇમાં અમદાવાદ સિવિલ હોસ્પીટલનો સ્ટાફ તમામ મોરચે લડી રહ્યો છે.

Politics / ક્યારે જાહેર થશે પ્રદેશ ભાજપની ટીમ..?…

Pakistan / અબકી બાર, પાકિસ્તાન મેં મહેંગી સરકાર, રોજિંદી વસ્તુઓના ભાવમા…

Bardoli / ફ્લાય ઓવર બ્રિજની માંગણી નહી સ્વીકાર્ય તો હવે આ ગામના લોકો ક…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…