tax/ સતત ત્રીજા મહિને જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર, હેટ્રિક

સતત ત્રીજા મહિને જીએસટીનું કલેક્શન રૂપિયા એક લાખ કરોડની પાર રહ્યું છે. નાણામંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જીએસટી સંગ્રહ નો આંકડો ઓક્ટોબર માસમાં રૂપિયા એક

Top Stories Business
1

સતત ત્રીજા મહિને જીએસટીનું કલેક્શન રૂપિયા એક લાખ કરોડની પાર રહ્યું છે. નાણામંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જીએસટી સંગ્રહ નો આંકડો ઓક્ટોબર માસમાં રૂપિયા એક લાખ કરોડ હતો.એ જ રીતે નવેમ્બર માસમાં પણ જીએસટી કલેક્શન નો આંકડો રૂપિયા એક લાખ કરોડ ની ઉપર હતો અને ત્યારબાદ 2020 ના ડિસેમ્બર માસમાં પણ આ આંકડો સૌથી ઉપર રહ્યો છે અને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.કોરોના કાળમાં ડગમગી ગયેલું દેશનું અર્થતંત્ર હવે પાટા પર આવી ગયેલું દેખાઈ રહ્યું છે અને તે માટેના ઘણા બધા સંકેતો અગાઉ મળી ગયા છે પરંતુ આજે મળેલા અહેવાલો મુજબ ડિસેમ્બરમાં જીએસટી કલેક્શનમાં નવો રેકોર્ડ થયો છે અને રૂપિયા 1.15 લાખ કરોડનું કલેક્શન થઈ ગયું છે.

Startup India / કોરોના કાળમાં પણ સ્ટાર્ટઅપની સંખ્યા બમણી થઇ, શા માટે ?…

Goa govt plans special drive in Janaury to nab GST evaders

આ અંગે નાણામંત્રાલયના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ ગયા વર્ષે ડિસેમ્બર માસમાં જીએસટી નું કલેક્શન જે કુલ રહ્યું હતું તેના કરતાં 2020ના ડિસેમ્બરમાં ૧૨ ટકા જેટલો વધારો થયો છે. આમ અર્થતંત્રની ગાડી પાટા પર આવી ગઈ છે અને હવે તેને દોડાવવાની જરૂર છે.

Ahmedabad / વિપુલ ચૌધરીની હંગામી જામીન અરજી હાઈકોર્ટે એ ફગાવી, હવે આ રીત…

Two rate slabs, special tax on sin, luxury goods among suggestions to boost  GST mop-up

અર્થતંત્રના લગભગ દરેક સેક્ટરમાં અત્યારે સારી એવી તેજી જોવા મળી રહી છે અને ઉત્પાદનનું કાર્ય પણ દેશમાં વધી ગયું છે એ જ રીતે બેરોજગારી ની સમસ્યા પણ હળવે હળવે દૂર થઇ રહી છે. જીએસટીના કલેક્શનમાં આવેલા જોરદાર ઉછાળાને પગલે સરકારમાં પણ વિશ્વાસ વધી ગયો છે અને આગામી દિવસોમાં અર્થતંત્ર ની પરિસ્થિતિ વધુ મજબૂત બનવાની આશા જાગી છે.

Surat / સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના કાર્યક્રમમાં કોરોના ગાઈડ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…