@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
ચુડા તાલુકાના ભૃગુપુર અને ચાચકા ગામોમાં વિજીલન્સની 6 ટીમો દ્વારા વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 11 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ આવતા વીજ ચોરોને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ ચોરી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો.
ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે વીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં રાખીને મુળી, સાયલા, ચુડા, લીંબડી, ધ્રાંગધ્રા સહિત વિજીલન્સની 6 ટીમો દ્વારા ભૃગુપુર અને ચાચકા ગામે ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વિજીલન્સની ટીમો દ્વારા અંદાજે 45 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ચાચકા ગામે 1 મકાનના માલિકે ટ્રાન્સફોર્મરમાંથી ગેરકાયદેસર થ્રી-ફેઝ લાઈન ખેંચી વીજ ચોરી કરતો ઝડપાયો હતો.
વીજ ટીમે આ વીજ ચોરને 7.50 લાખનો દંડ ફટકાર્યો હતો. જયારે ભૃગુપુર ગામે 10 ઈસમો વીજ ચોરી કરતા ઝડપાઈ ગયા હતા. જેમને 1.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
