કોરોનાના કહેર વચ્ચે જીવના જોખમે હોસ્પીટલમાં સેવા બજાવતા સફાઈ કર્મીઓનું અવાર નવાર સન્માન કરવામાં આવે છે. પરંતુ જે પાપી પેટ માટે તેઓ પોતાનાજીવને જોખમમાં મૂકી આ પ્રકારની નોકરી કરવા માટે મજબુર બને છે તે તેમની પ્રાથમિક જરૂરિયાત પણ સંતોષવામાં આવતી નથી. અને તેમને તેમના હક્ક માટે હડતાલ જેવા શસ્ત્રો ઉપાડવા પડે છે.
સુરત સિવિલ હોસ્પીટલમાં કોરોના કહેર વચ્ચે પોતાના જીચ્વના જોખમે કોરોના કાળમાં પણ અવિરત સેવા બજાવનાર સફાઈ કર્મીઓ હડતાળ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. વિશ્વા એન્ટરપ્રાઈઝનો કોન્ટ્રાકટ 2 મહિના પહેલા પૂર્ણ થી ચુક્યો હતો. નવા પગારનો જીઆર 3 મહિના પહેલા આવી ગયો છે. નવા જીઆર પ્રમાણે પગાર મળતો નથી. ત્રણ મહિનાથી કશું નથી થયું તો હવે શું થશે ..? જેવી લાગણી અને માંગણી કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને કર્મચારીઓ પગાર વગર હડતાલ પૂર્ણ નહી જ કરે
Gandhinagar / શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત, આ તારીખથી…
Covid-19 / કોરોના ટેસ્ટના વીઝીટીંગ ચાર્જને લઇ સરકારે કહ્યું, હવે જેટલા …
સુરત સિવિલમાં સફાઈકર્મીઓની હડતાળથી હોસ્પીટલમાં દાખલ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દર્દીઓને સ્ટ્રેચર પર પરિજનો લાવી રહ્યા છે. કર્મચારી ન હોવાથી તમામ કામ સગાઈ જાતે જ કરવા પડી રહ્યા છે. હડતાળને પગલે પરિજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Disa: માનવ ભ્રુણ મળી આવતા તરછોડનાર સામે લોકોમાં ફિટકારની લાગણી…
નોધનીય છે કે છેલ્લા બે મહિનાથી પગાર નહિ મળતા સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસ બહાર ધરણાં યોજ્યા છે. કોવિડ 19 હોસ્પિટલમાં કાર્યરત કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓને 1 મહિનાનો પગાર આપવાની ઓફર કરવામાં આવી છે. અને બાકીનો પગાર આગામી દિવસોમાં આપી દેવાશે. પરંતુ આ સફાઈ કર્મચારીઓને તંત્રની ઓફર મંજુર નથી. પૂરેપૂરો પગાર નહિ મળે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવા ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે, ધરણા દરમિયાન મહિલા કર્મચારીની તબિયત લથડી હતી. રજુઆત કરતી વખતે એક મહિલા કર્મચારી બેભાન થઈ હતી. મહિલાને અન્ય કર્મચારીઓએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. માનસિક તાણમાં મહિલા બેભાન થઈ હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. મહિલાકર્મી બેભાન થતાં અન્ય કર્મચારીઓમાં રોષ વધ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
