Plane Crash/ ઈન્ડોનેશિયાથી ઉડાન ભરીને ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ અને ચીથરેહાલ લાશો દરિયામાંથી મળી આવ્યાં

body-parts-cloths-and-debris-found-after-indonesia-plane-crash

Top Stories World

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભરીને ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ અને લાશ હવે બચાવ ટીમને હાથ લાગી રહ્યો છે. વિમાન ક્રેશ થયું ત્યાં હાજર માછીમારોએ હવે આ અકસ્માતની સંપૂર્ણ વિગતો આપી છે અને જણાવ્યું છે કે જ્યારે વિમાન દરિયામાં પડ્યું ત્યારે ભયંકર અવાજ આવ્યો હતો કે જાણે બોમ્બ ફૂટ્યો હોય કે સુનામી આવી હોય. શનિવારે શ્રીવિજય એરના બોઇંગ 737 વિમાનનો નિયંત્રણ રૂમ સાથે સંપર્ક તૂટી ગયો હતો. વિમાન દરિયામાં પડી ગયું હતું, ત્યારબાદ મુસાફરોના બચવાની આશા ધૂળ ધાણી  થઇ ગઈ હતી. આ વિમાનમાં ક્રૂના 12 સભ્યો સહિત કુલ 62 લોકો હતા. બચાવકર્તાઓએ મૃતદેહોની શોધખોળ કર્યા બાદ રવિવારે વહેલી સવારમાં દરિયામાંથી ચીંથરે હાલ લાશ ના ટુકડા, કાટમાળ , અને  કપડાંના ટુકડા બહાર કાઢ્યા હતા.

Body parts, debris found after Indonesia plane crash - LIVE NEWS

USA / અમેરિકામાં સ્થિતિ હજી પણ નિયંત્રણ બહાર, 24 કલાકમાં 2.50 લાખ …

Pakistan / પાકિસ્તાનમાં પાવર કટ બાદ થયો Memesનો વરસાદ,જુઓ રમૂજી તસવીરો….

શ્રીવીજીયા એર ફ્લાઇટ 182 ના સોનાર સાધનો દ્વારા મળેલા સંકેતને પગલે અધિકારીઓને આશા હતી કે વિમાનનો કાટમાળ મળી જશે. બચાવકર્તાઓને  ટુકડાઓ લંકાંગ આઇલેન્ડ અને લાકી આઇલેન્ડની વચ્ચે મળી આવ્યા છે. ઇન્ડોનેશિયાનું વિમાન ક્રેશ થતાં ઘણા કલાકો વીતી ગયા છે, પરંતુ હજી સુધી અકસ્માતનું કારણ જાણી શકાયું નથી.

Body parts, debris found after Indonesia plane crash | CP24.com

બોમ્બ બ્લાસ્ટ જેવો અવાજ માછીમારોએ સાંભળ્યો

શનિવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે માછીમારોએ થાઉઝન્ડ આઇલેન્ડ પાસે ધડાકો સાંભળ્યો સોલિહાન નામના માછીમારે ન્યૂઝ એજન્સી કહ્યું, ‘અમે જોરથી બોમ્બ ફૂટવા જેવો અવાજ સંભળાયો હતો. પાણીમાંથી તરંગોને લીધે, અમને લાગ્યું કે કાં બોમ્બ ફૂટ્યો છે અથવા સુનામી આવી છે. એટલો વરસાદ પડ્યો હતો કે અમને કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું. અમારી બોટની આજુબાજુના વિમાનનો કાટમાળ અને બળતણ જોયા પછી અમે ચોંકી ગયા. ‘

Remains of baby among bodies recovered from Lion Air crash site - CNA

Pakistan / પાકિસ્તાનમાં વીજળી ડૂલ, કરાચી, ઇસ્લામાબાદ સહિતના શહેરો અંધાર…

ટેકઓફ થયા પછી 4 મિનિટ પછી સંપર્ક તૂટી ગયો

ઇન્ડોનેશિયાના વાહન વ્યવહાર પ્રધાન બૂડી કારી સુમાદીએ જણાવ્યું હતું કે વિમાન એક કલાક વિલંબથી ઉડ્યું હતું. અને ટેકઓફ થયાના 4 મિનિટ પછી સંપર્ક ગુમાવી દીધો હતો.  વિમાનમાં 10 બાળકો સહિત 62 લોકો હતા. આ 10 બાળકોમાંથી 3 બાળકો ખૂબ નાના હતા. તેમણે કહ્યું હતું કે વિમાન ખરાબ હવામાનને કારણે મોડું ઉપડ્યું હતું. નહિ કે કોઈ ટેકનીકલ ખામીને કારણે.

તમને જણાવી દઇએ કે ઇન્ડોનેશિયામાં ઘણી વખત વિમાન અકસ્માતમાં સેંકડો લોકોનાં મોત નીપજ્યાં છે. લાપતા થયેલું વિમાન બોઈંગનું 737 મેક્સ સિરીઝનું હતું. આ વિમાનની સુરક્ષાને લઈને પહેલા પણ સવાલ ઉઠતા રહ્યા છે. ઓક્ટોબર 2018માં ઈન્ડોનેશિયા લિયોન એરનું 189 પ્રવાસીને લઈને જતું બોઈંગ 737 મેક્સ વિમાન ક્રેશ થયું હતું. છ મહિના પછી માર્ચ 2019માં ઈથોપિયન એરલાઈન્સની બોઈંગ 737 મેક્સ વિમાન દુર્ઘટનામાં 157ના મોત થયા હતા. ત્યાર પછી ભારત સહિત અનેક દેશોમાં બોઈંગની ઉડાનો અનિશ્ચિત મુદત સુધી રોકી દેવાઈ હતી. બોઈંગ વિમાન સાથે સૌથી મોટી મુશ્કેલી તેના એન્જિનમાં છે. ભલે તેમાં ઈંધણ બચે છે, પરંતુ એન્જિનની સમસ્યાના કારણે તેની ગતિ જાતે જ ધીમી થઈ જાય છે અને એન્જિન બંધ પણ થઈ શકે છે. આ સમસ્યા ઉકેલવા કંપનીએ વિમાનમાં MCAS નામનું સોફ્ટવેર લગાવ્યું છે. એવા પણ સમાચાર હતા કે, બોઈંગ આ વિમાનોનું ઉત્પાદન જ બંધ કરવાનો વિચાર કરી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…