@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
ઉત્તરાયણને લઈ અમદાવાદ પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે. ઉત્તરાયણ પ્રસંગે લોકો ધાબા પર વધારે ભેગા ન થાય તેના માટે ધાબા પોઈન્ટ, ડ્રોન, ખાનગી બાતમીદારોથી ધ્યાન રાખવાનો નિર્ણય કર્યો છે. તેનું સુપરવીઝન ઉચ્ચ અધિકારીઓ કરશે. કોરોના ગાઈડલાઈન અંગે DCPએ જણાવ્યું કે જો ગાઈડ લાઈનનો ભંગ થશે તો કાર્યવાહી કરાશે. કોઈપણ વ્યક્તિ ખુલ્લા મેદાન, પ્લોટમાં પતંગ ચગાવી શકશે નહીં. ધાબા પર પરિવાર સિવાયના લોકોને એકઠાં ન કરવા સૂચના આપી દીધી છે. ઉત્તરાયણના દિવસે પણ ધાબા પર માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ કરવાનું જણાવ્યું છે.
ઉતરાયણને લઇ કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલનું હાલ એક નિવેદન સામે આવ્યું છે. જેમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ ન થાય તે રીતે ઉજવણી કરવાનું જણાવ્યું છે. શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ પોલીસ બંદોબસ્તનું સુપરવિઝન કરશે. ધાબા પોઇન્ટ, ડ્રોન અને ખાનગી બાતમીદારોથી ઉત્તરાયણમાં એરિયા વાઈસ લોકોનું ધ્યાન રખાશે. ઉત્તરાયણનો તહેવાર લોકો ધાબા પર પરિવાર સાથે જ ઊજવે અને મ્યુઝિક સિસ્ટમ વગર ઉજવણી કરે એવી સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરાવવા માટે શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
રાજ્યમાં પોલીસ બંદોબસ્તમાં ધાબા પોઇન્ટ પરથી દૂરબીનથી વોચ રાખવામાં આવશે. સાથે પોલીસ દ્વારા ડ્રોન દ્વારા પણ વોકી ટોકી સાથે સજ્જ પોલીસકર્મીઓ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ લોકોનું ટોળું અને માસ્ક વગર દેખાશે એટલે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
