ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે અમદાવાદમાં અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું, જેમાં અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા ઉપરના રેલ્વે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ ઓવરબ્રીજનું નિર્માણ રૂ. ૫૫ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કર્યું હતું.
આપને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા ઓવરબ્રિજ બનાવ્યો છે અને રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્ર ને જોડતી રેલવે લાઇન પસાર થાય છે. જેમાં 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છે.

આ ઓવરબ્રીજ બનતા પહેલા ટ્રેન નીકળે એટલે ફાટક 5 મિનિટથી વધારે બંધ રહેતી હતી, જેના કારણે 10 લાખ લોકો પ્રભાવિત થતા હતા, પરંતુ હવે આ રેલવે ઓવરબ્રિજ બની જતા તમામ લોકોને રાહત મળશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
