બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ની રિલીઝ ડેટ ફાઈનલ થઈ ગઈ છે. જો કે, ચાહકોને તેને જોવા માટે એક વર્ષ રાહ જોવી પડશે. આ ઘોષણાની સાથે અક્ષયે આ ફિલ્મનો પોતાનો નવો લુક પણ શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ ખતરનાક લાગી રહ્યો છે. તેનો લુક આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.
અક્ષય કુમારે તેનો ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું – ‘તેનો એક લુક જ પૂરતો છે. બચ્ચન પાંડે.. 26 જાન્યુઆરી 2022 ના રોજ રીલિઝ થશે. ‘ આ ફિલ્મ આવતા વર્ષે રિપબ્લિક ડે પર રિલીઝ થશે.
https://www.instagram.com/p/CKYCZN2H6f5/?utm_source=ig_web_copy_link
ફરહદ સામજી દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષયને એક ગેંગસ્ટરની ભૂમિકામાં છે, જે અભિનેતા બનવાની ઇચ્છા રાખે છે, જ્યારે કૃતિ એક પત્રકારની ભૂમિકા નિભાવી રહી છે, જે દિગ્દર્શક બનવાની ઇચ્છા રાખે છે. આ ફિલ્મમાં અરશદ વારસી પણ છે. જે અક્ષયના મિત્રની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ કલાકારો ઉપરાંત જેક્લીન ફર્નાન્ડિઝ અને પંકજ ત્રિપાઠી પણ જોવા મળશે.
https://www.instagram.com/p/CJu2RYjnOKj/?utm_source=ig_web_copy_link
અક્ષય કુમાર ‘બચ્ચન પાંડે’ ઉપરાંત ઘણી ફિલ્મોમાં દેખાવા જઇ રહ્યો છે. તેમની ફિલ્મોની સૂચિમાં ‘અતરંગી રે’, ‘રક્ષાબંધન’, ‘સૂર્યવંશી’, ‘પૃથ્વીરાજ,’ ‘બેલ બોટમ’ અને ‘રામસેતુ’ શામેલ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
