Ahmedabad/ લોકોના ઘરોની પસંદ એવા લિજ્જત પાપડના માલકિનને મળ્યો “પદ્મશ્રી” એવોર્ડ, સફળતાની કહાની છે જાણવા જેવી

પદ્મ પુરસ્કારએ દેશનું સૌથી ગૌરવાંન્વિત સન્માન છે. આ વર્ષે 7 લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ અને102 લોકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં 93 વર્ષના આ ગુજરાતી મહિલા પણ શામેલ છે.

Gujarat Others

કહેવાય છે કે, ગુજરાતના લોકોમાં જન્મે ત્યારથી જ તેઓમાં વેપાર્સ કરવાની આવડત હોય છે અને આ કુનેહ દ્વારા તેઓ પોતાના જીવનમાં અનેક મુકામો હાંસલ કરી શકતા હોય છે. આ જ રીતે ગુજરાતના ખ્યાતનામ ઉદ્યોગપતિઓમાં એક મહિલાનું નામ પણ સૌથી આગળ છે, જ્યાં તેમની કંપનીની વસ્તુ લોકોના ઘરે ઘરેની પસંદ છે.

આ મહિલાનું નામ જસવંતીબેન જમનાદાસ પોપટ છે અને તેઓ  લિજ્જત પાપડના માલિક તરીકે તેઓ જાણીતા છે. તેઓ મૂળ કાઠિયાવાડના હાલારી લોહાણા સમાજના છે. હાલ તેઓ મુંબઈ રહે છે, જ્યાં તેઓને ગણતંત્ર દિવસે ‘ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ’માં પદ્મ પુરસ્કાર મળ્યો છે.

આપણ જણાવી દઈએ કે, પદ્મ પુરસ્કારએ દેશનું સૌથી ગૌરવાંન્વિત સન્માન છે. આ વર્ષે 7 લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ અને102 લોકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં 93 વર્ષના આ ગુજરાતી મહિલા પણ શામેલ છે. જો કે તેઓની સફળતાની કહાની લોકોને આંખે વળગે એવી છે, જ્યાં

જીવતરની એક સદીની નજીક પહોંચેલા જસવંતીબેન તેમના જમાનામાં જ્યારે દિકરીઓને ભણાવતા ન હતા ત્યારે પણ એકાદ બે ચોપડી ભણેલા હતા. ઈ.સ.1959માં તેમણે પોતાની સંસ્થાની નોંધણી કરાવી હતી અને શરૂઆતમાં સાત જેટલી મહેનતુ મહિલાઓને સભ્ય બનાવી તેઓ પોતે સંચાલક બન્યા. તેમણે 200 રૂપિયાની લોન લઈને મૂડી ઉભી કરી અને પાપડનો ઉદ્યોગ શરૂ કર્યો અને પોતાના પાપડને સરસ મજાનું “લિજ્જત પાપડ” નામ આપ્યું હતું.

આ શરૂઆત બાદ તેઓનો ધંધો વિકસતો ગયો અને લોકોમાં તેમના પાપડની માંગ વધતી ગઈ. આબહેનોની સંખ્યા વધતી ગઈ. પાપડ તૈયાર કરવાં, પેકિંગ, માર્કેટીંગ, વેચાણ હિસાબો બધું જ મહિલાઓ કરતી રહી. લિજ્જત પાપડ એક પ્રતિષ્ઠિત નામ બની ગયું છે. ટી.વી ઉપર એની જાહેરાત કરી અને લિજજત પાપડ ઘેરઘેર જાણીતાં બન્યાં. અખબારોનાં પેજ હોય કે જાહેરાતોનું જગત લિજજત એક ઇજજતદાર નામ બની ગયું છે. આજે પણ મશીનથી નહીં પરંતુ જાતે બનાવેલા પાપડ બજારમાં મુકે છે.

આ જ પ્રમાણે લિજ્જત પાપડની શરૂઆત 200 રૂપિયાની મૂડીથી શરૂ થઇ હતી જે આજે એક વર્ષે 800 કરોડનું ટર્નઓવર કરતો બિઝનેસ છે. એક નાનકડી શાખાની જગ્યાએ આજે 82 જેટલા પાપડ તૈયાર કરતા એકમો જસવંતીબેનના વડપણ હેઠળ હજારો બહેનોને રોજગારી આપે છે અને તેઓ વડાપ્રધાનની આત્મનિર્ભર ભારતની પહેલને સારી રીતે અપનાવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો