અમદાવાદ/ જૂની પેન્શન યોજના લાગુ ના થાય ત્યાં સુધી રાજ્યના પાંચ લાખ કર્મચારીઓ આંદોલનના માર્ગે..

રાજ્યમાં પાંચ લાખ કર્મચારીઓનો વણ ઉકેલો પ્રશ્ન એટલે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી.

Gujarat Ahmedabad

@અનિતા પરમાર 

Ahmedabad News: રાજ્યમાં પાંચ લાખ કર્મચારીઓનો વણ ઉકેલો પ્રશ્ન એટલે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી.નેશનલ ઓલ્ડ પેન્શન રીસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યમાં npsના સ્થાને જૂની પેન્શન યોજના અમલ કરવા માટે થઈને ખાસ આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના ચાર લાખથી વધારે કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા અને નવી પેન્શન યોજનાની રદ કરવા માટે જિલ્લા કક્ષાએ વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરશે.

અગાઉ પણ ઘણીવાર નવી પેન્શન યોજના બંધ કરવા રાજ્ય સરકારને  આવેદન આપવામાં આવ્યા છે.જોકે હજુ પણ આ પ્રશ્ન પણ ઉકેલો છે જેના કારણે થઈને આગામી દિવસોમાં તારીખ 10 -2 -2024 સુધી જિલ્લા કક્ષાની દરેક ટીમ જિલ્લા કક્ષાએ એક બેઠકનું આયોજન કરશે જેમાં દરેક કલેકટર ધારાસભ્ય અને સંસદ સભ્યને ops લાગુ કરવા આવેદન પત્ર આપવામાં આવશે. ત્યારબાદ ફેબ્રુઆરી માસના છેલ્લા અઠવાડિયામાં રાજ્યકક્ષાનો મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 8-3- 2024 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિનું ops માટે પોસ્ટર અભિયાન પણ કરવામાં આવશે. તારીખ 12 -3 2024 ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પેન્શન સંકલ્પ યાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું છે. હવે શિક્ષકો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને જ્યાં સુધી નવી પેન્શન યોજના રદ નહીં થાય અને જૂની પેન્શન યોજના લાગુ નહીં થાય ત્યાં સુધી આ પ્રકારના આંદોલન કરવામાં આવશે.જેમાં  રાજ્યના પાંચ લાખ જેટલા કર્મચારીઓ જોડાશે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જુની પેન્શન યોજના રદ કરીને નવી પેન્શન યોજના ને લાગુ કરવા મા આવી છે આથી નવી પેન્શન યોજના ના પગલે નિવૃત્તિ સમયે કર્મચારીઓને માનસિક રૂપિયા 1000 થી 4500 જેટલું જ પેન્શન મળે છે જે નિવૃત્તિ સમય માં જે તે કર્મચારીનું ગુજરાત ચલાવવા માટે ખૂબ જ કાઠું છે આથી નિવૃત્તિના સમયમાં ગુજરાત કરવા માટે નિવૃત્ત કર્મચારીઓને મજૂરી કે અન્ય જગ્યાએ નોકરી કરવાની ફરજ ના પડે એટલા માટે નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરવા માટે માંગણી કરવામાં આવી છે. તેથી નેશનલ ઓલ્ડ પેન્શન રેસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ ગુજરાત રાજ્ય દ્વારા કેન્દ્ર સરકારમાં જૂની પેન્શન યોજના ને લાગુ કરવા માટે માંગ ઉઠી છે અને જો તેમની આ માંગણી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો તેઓ જિલ્લા કક્ષાથી લઈને નેશનલ કક્ષા સુધી વિરુદ્ધ પ્રદર્શનના કાર્યકમો યોજવાની તૈયારી બતાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી