આજે મંતવ્ય ન્યૂઝનાં કાર્યક્રમ On The Spot નાં 50 માં એપિસોડમાં ગુજરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જોડાયા હતા. જેમા તેમણે ખુલ્લા મને પોતાની વાતોને દર્શકો સમક્ષ રજૂ કરી હતી. ખાસ કરીને તેમણે દેશમાં ચાલતા આંદોલનને લઇને પોતાની વાત રાખી હતી. તેમણે આ આંદોલન પાછળ સમગ્ર વિરોધ પક્ષોને જવાબદાર ઠેરવ્યા હતા.
આપને જણાવી દઇએ કે, મંતવ્ય ન્યૂઝનાં કાર્યક્રમ ઓન ધ સ્પોટનાં 50 એપિસોડને અભૂતપૂર્વ સફળતાઓ મળી છે. આ કાર્યક્રમે દર્શકોનાં દિલોમાં એક અનોખું મુકામ મેળવ્યુ છે. આપને જણાવી દઇએ કે, આજે આ કાર્યક્રમનાં 50 માં એપિસોડમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી ખુલ્લા મને વાતચીત કરવા જોડાયા હતા. જેમા તેમણે પોતાની વાતને પૂરી જવાબદારીથી દર્શકો સમક્ષ રાખી હતી. જણાવી દઇએ કે, ગુજરાતમાં થયેલા આંદોલનોમાં નીતિન પટેલ પાર્ટીનાં સંકટ મોચક સાબિત થયા હતા. જો કે તેમણે કહ્યુ કે, કેટલાક આકરા નિર્ણયોમા અમારે ઘણું સાંભળવું પડતું હોય છે. તેમણે કહ્યુ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગયા વખતે થોડું નુકસાન ગયુ હતુ. અમુક લોકોએ યુવાનો અને સમાજને ગેરમાર્ગે દોરેલા, તેમ છતા પ્રજાજનોને અમારી પાર્ટી પર જ ભરોસો છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યુ કે, કોંગ્રેસનું તો કોઈ સ્ટેન્ડ જ નથી, જ્યાં જે વાત જોવે એમા કોંગ્રેસ બેસી જાય છે. તેમણે કહ્યુ કે, દિલ્હીમાં થયેલા ખેડૂત ટ્રેક્ટર રેલીનાં નામે હિંસક દેખાવો થયા હતા. આ ખેડૂત આંદાલનોનાં નામે દેશ વિરોધી તત્વો તેમા સામેલ થયા હતા. તેમણે કહ્યુ કે, ખેડૂતોને ઉશ્કેરનાર ગુજરાત કોંગ્રેસ પણ ઉઘાડી પડી ગઈ છે. વધુમાં વાત કરતા તેમણે કહ્યુ કે, કોંગ્રેસે હારી જવાની બિકે મત ગણતરીની તારીખોમાં વાંધો પાડ્યો હતો.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
