Cricket/ પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ પણ રહ્યો ઈગ્લેન્ડ બેટ્સમેનનાં નામે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ એમએસ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

Sports

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ એમએસ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. રમતનાં બીજા દિવસે પણ ઇંગ્લેન્ડનો ડંકો વાગ્યો હતો. જો કે, જ્યારે ભારતીય બોલરોએ ઇગ્લેન્ડનાં ખેલાડીઓને પેવેલિયન મોકલવા માટે યોગ્ય ‘રૂટ’ પકડ્યો, ત્યારે ખૂબ મોડું થઇ ગયુ હતુ.

બીજા દિવસની રમતનાં અંતે, ઇંગ્લેન્ડે 180 ઓવરમાં 8 વિકેટનાં નુકસાન પર 555 રન બનાવ્યા હતા. ડોમિનિક બેસ 84 બોલમાં 28 રન બનાવી ક્રીઝ પર છે. જ્યારે બીજી તરફ તેને જૈક લીચ સાથ આપી રહ્યો છે, જે 28 બોલમાં 6 રન બનાવીને અણનમ રહ્યો છે.

ઇશાંત શર્માએ 170 મી ઓવરમાં સતત બે બોલમાં બે વિકેટ ઝડપી લીધા બાદ ઘણાએ ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગને શક્ય તેટલી ઝડપથી સમાપ્ત થવાની આશા વ્યક્ત કરી હતી. જો કે, ડોમિનિક બેસે ઇંગ્લેન્ડની ઇનિંગ્સને જૈક લીચની સાથે આગળ વધારી હતી. સાથે તેઓએ ઇંગ્લેન્ડની ઈનિગ્સને 550 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી હતી.

જો રૂટ અને પોપનાં વિકેટ પછી, બટલરે બેસની સાથે 48 રનની ભાગીદારી કરી હતી. જો કે, જ્યારે ભાગીદારી યોગ્ય ગતિ સાથે ચાલી રહી હતી ત્યારે ઇશાંત શર્માએ જોસ બટલરને 30 રનનાં સ્કોર પર બોલ્ડ કરી દીધો હતો. તે પછીનાં બોલ પર જોફ્રા આર્ચર શૂન્ય પર આઉટ થયો હતો. ત્રીજી સીઝનની શરૂઆત પછી, ઓલી પોપને આર અશ્વિને આઉટ કરીને ભારતને 5 મી વિકેટ અપાવી હતી. પોપ 89 બોલમાં 34 રને આઉટ થયો હતો. જો કે તે આઉટ થયા પહેલા તેણે રુટ સાથે 86 રનની ભાગીદારી કરી હતી. તે પ્રથમ ઈનિગ્સની 153 મી ઓવરમાં અશ્વિનને કેચ આપી બેઠો હતો. તે પછી ટૂંક સમયમાં, 154 મી ઓવરમાં શાહબાઝ નદીમે બેવડી સદી ફટકારનાર બેટ્સમેન જો રૂટને આઉટ કરીને ભારતનાં માર્ગમાં રહેલો સૌથી મોટી અવરોધ દૂર કર્યો હતો. રુટ 377 બોલમાં 218 રન બનાવીને આઉટ થયો હતો. મેચમાં રૂટે 19 ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા.

Cricket / 18 મી ફેબ્રુઆરીએ IPLની હરાજી, 1,000 કરતા વધુ ખેલાડીઓ લેશે ભાગ

Cricket / કોરોનાથી રણજી ટ્રોફીને લાગેલું ગ્રહણ કાયમી તો નહિં બને ને ? ગમે તે થાય નામ તો રહેવું જ જોઇએ

Cricket / ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ : આ ખેલાડીઓ પર રહેશે ખાસ નજર, આ હશે બંને ટીમોના સંભવિત 11

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો