Election/ રાજકોટના 12 વોર્ડમાં મનપાની ચૂંટણીમાં કંઈક આવું છે જ્ઞાતિનું ગણિત

દેશ ભલે ધર્મનિરપેક્ષતાની વાતો કરતો હોય પરંતુ જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ બંને મતદારોને આકર્ષવા માટે ઘણા ચૂંટણી લક્ષી વચનો લોકોને આપતા હોય છે. દર વર્ષે ચૂંટણીમાં

Top Stories

દેશ ભલે ધર્મનિરપેક્ષતાની વાતો કરતો હોય પરંતુ જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ બંને મતદારોને આકર્ષવા માટે ઘણા ચૂંટણી લક્ષી વચનો લોકોને આપતા હોય છે. દર વર્ષે ચૂંટણીમાં મુદ્દાઓ અલગ-અલગ રાખવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે લોકોને સુવિધા આપવાની વાત આવે ત્યારે સરવાળે કાગળ પરનો વાઘ સાબિત થતા હોય છે.રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પોતાના 72 ઉમેદવાર પસંદ કરવામાં જાતિવાદનો સહારો લીધો છે. લેઉવા અને કડવા મળીને માત્ર પટેલ સમાજના 2 લાખ મતદારો છે.

Image result for image of bhajap and congress

Rajkot / ચમૌલી જળ પ્રલયમાં ગુજરાતના 50 યાત્રાળુઓ ફસાયા નથી, રાજકોટના પણ માત્ર 2 અને સુરક્ષિત : DPO પ્રિયાંક સિંઘ

રાજકોટના 12 વોર્ડમાં 6 ક્ષત્રિય 5 આહીર અને દરેક સમાજના ઉમેદવારો સામ સામે એકબીજાને ટક્કર આપવા જઈ રહ્યા છે. રાજકોટના 18 વોર્ડમાંથી માત્ર 7 વોર્ડ એવા છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસે જુદી-જુદી જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટની ફાળવણી કરી છે. આ ઉપરાંત બ્રહ્મ સમાજના ચાર વોર્ડમાં કોળી સિંધી પ્રજાપતિ અને રઘુવંશી સમાજના ઉમેદવારો એક એક વોર્ડમાં સામસામે ટકરાશે. મનપાની ગત ચૂંટણીમાં એક વોર્ડમાંથી ભાજપ અને કોંગ્રેસના એક જ જ્ઞાતિના ઉમેદવારો ચૂંટાયા હતા.સરવાળે જોવા જઈએ તો ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉમેદવારો પસંદ કરવામાં અનેક જ્ઞાતિઓને વર્ષોથી અન્યાય કરતા આવ્યા છે.

Image result for image of bhajap and congress

Rajkot / કોંગ્રેસ ભાજપને જીતાડવા માટે જ ચૂંટણી લડી રહી છે,ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા મનીષ સીસોદીયા

રાજકોટમાં અનેક જ્ઞાતીના ઉમેદવારોને ટિકિટ મળતી નથી. આ વખતે જે સમાજને ટિકીટ મળી નથી તે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોની વ્હાલા દવલાની નીતિ ઉપરાંત, કામ કરવાની નીતિ પર કોને મત આપવો તે નક્કી કરશે. જે તે સમાજના આગેવાનોને ટિકિટ ન આપી અને નારાજગીનો સામનો કરવા માટે સત્તાપક્ષ અને વિપક્ષ બંને એ તૈયાર રહેવું પડે છે. અને આવા સમયે ચૂંટણીના પરિણામો નિર્ણાયક સાબિત થતા હોય છે.રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં બ્રાહ્મણ, ક્ષત્રિય, રઘુવંશી વોર્ડ નંબર 4 માં પટેલ, કોળી, આહીર, વોર્ડ નંબર 5 માં પટેલ, ભરવાડ, દલિત વોર્ડ નંબર 6 માં પટેલ, પ્રજાપતિ, આહીર વોર્ડ નંબર 13 માં આહીર પટેલ, ક્ષત્રિય જાતિના ઉમેદવારો વચ્ચે ત્રિકોણીયો જંગ ભારે રસાકસી ભર્યો બની રહેશે તેવું હાલની ટિકિટની ફાળવણી પરથી લાગી રહ્યું છે.

PM Modi / મમતાજી બંગાળના લોકો માટે નિર્મમતા, TMC સામે વડાપ્રધાન મોદીના આકરા પ્રહારો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…