Election/ અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટે 771 મુરતિયા તૈયાર

આગામી 21 ફેબ્રુઆરીએ યોજાનારી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે અમદાવાદમાં 1705 ઉમેદવારઓએ ફોર્મ ભરી ચૂંટણી જંગમાં જંપલાવ્યું હતું. જોકે ફોર્મ પરત

Ahmedabad Gujarat

આગામી 21 ફેબ્રુઆરીએ યોજાનારી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે અમદાવાદમાં 1705 ઉમેદવારઓએ ફોર્મ ભરી ચૂંટણી જંગમાં જંપલાવ્યું હતું. જોકે ફોર્મ પરત ખેંચવાની અવધિ પૂર્ણ થતાં જ હવે AMC ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અને અમદાવાદના કુલ 48 વોર્ડમાં 191 બેઠક માટે કુલ 771 ઉમેદવારઓમાં ખરાખરીનો ચૂંટણી જંગ જામશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આગામી 21 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. અને 23 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરાવાની છે. અમદાવાદમાં કુલ 46 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકાનો ઉપયોગ કરશે. જેમાં 24 લાખથી વધુ પુરુષ મતદાર અને 22 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

કલેકટર કચેરીના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે તમામ પક્ષના ઉમેદવારના કુલ 1705 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસનીના દિવસે માહિતીની સ્ક્રુટીની થઈ કુલ 796 ઉમેદવાર રહ્યા હતા. ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાની અવધિ પૂર્ણ થતાં જ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની સંપૂર્ણ વિગતો સામે આવી છે. જેમાં નારણપુરા વોર્ડ નંબર ૯ ના ભાજપ ના ઉમેદવાર શ્રીમતી બ્રિંદા બેન સુરતી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. તેઓ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના પહેલા વિજેતા ઉમેદવાર થઈ સૌ પ્રથમ કાઉન્સિલર બન્યા છે. જ્યારે 48 વોર્ડના બાકી રહેતા 191 બેઠક માટે 771 ઉમેદવાર ચૂંટણી જંગમાં મેદાને છે.

ઉમેદવારી પરત ખેંચવાના દિવસે કુલ 24 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. જ્યારે 907 ફોર્મ રદ થયા છે. મહત્વનું છે કે, ફોર્મ પરત ખેંચવાના દિવસે 16 સેન્ટરો પરથી માહિતી મેળવવા માટે ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ ભારે મહેનત કરવી પડી હતી. અને એક સેન્ટરના ત્રણ વોર્ડની માહિતી મેળવવામાં દોઢથી બે કલાક સમય વધારે બગડ્યો હતો. જોકે આખરે આંકડાઓનો તાળો મળી જતા અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…