સામુહિક આપઘાત/ ‘કોરોનાની દવા છે’ કહી પિતાએ પોતાના બાળકોને પીવડાવ્યું ઝેર, મળી સૂસાઇડ નોટ

નાનામવા રોડ શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમપાર્કમાં રહેતા અને કર્મકાંડના વ્યવસાય સાથે જોડાયેલા કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.4પ) ગઇકાલે સાંજે બહારથી ઝેરી દવા ઘરે લઇ આવ્યા હતા

Gujarat Rajkot

રાજકોટના નાનામવા રોડ શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમ પાર્કમાં રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતાં બ્રાહ્મણ પરિવારે મધરાત્રે એકાદ વાગ્યે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં આધેડ અને પુત્ર-પુત્રીને તુરંત જ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવનું કારણ પુછતાં આધેડનાં પત્ની અને તેના ભાઇએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે એડવોકેટ આર.ડી.વોરાના એક સંબંધીને અમારૂ મકાન વેચ્યુ હતું. જે રૂા.1.20 કરોડનો સોદો થયા બાદ રૂા.20 લાખ અમોનેન આપી દીધા હતા અને બાદમાં રૂા.1 કરોડની માંગણી કરતાં આર.ડી.વોરાએ પોલીસમાં અમારા વિરૂઘ્ધ અરજી કરી હેરાનગતિ કરતા હતા. તેમાં ત્રાસથી કંટાળી આજે મધરાત્રે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, નાનામવા રોડ શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમપાર્કમાં રહેતા અને કર્મકાંડના વ્યવસાય સાથે જોડાયેલા કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.4પ) ગઇકાલે સાંજે બહારથી ઝેરી દવા ઘરે લઇ આવ્યા હતા અને રાત્રે બધાને કહ્યું કે આ કોરોનાની દવા છે આ દવા પીધા બાદ કોરોના ન થાય જેથી તેમના પુત્રી કૃપાલી (ઉ.વ.22), પુત્ર અંકિત (ઉ.વ.21) તેમજ પત્ની જયશ્રીબેન (ઉ.વ.42)ને આપી હતી. જેથી જયશ્રીબેને પીવાની ના પાડી દીધી હતી અને કમલેશભાઇએ તેમના પુત્રો સાથે મળી આ દવા ગટગટાવી લીધી હતી અને બાદમાં તબીયત લથડતાં તુરંત જ પત્નીએ તેમના જેઠ કાનજીભાઇને ઘરે બોલાવી ત્રણેયને પ્રથમ વોકહાર્ટ અને બાદમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડયા હતાં.

કમલેશભાઈએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે મરવાનું કારણ આર.ડી.વોરા તથા દિલીપભાઇ કોરાટ જેણે મારૂ મકાન લીધું છે. રૂપિયા 65 લાખનો ખોટો આરોપ મુકેલ છે. મારી પાસે અત્યારે પાંચ હજાર રૂપિયા પણ નથી કાર અને મકાનનાં ચાર હપ્તા ચડી ગયા છે. 2 કરોડ 12 લાખ મારા દિનેશ તથા ભાવીન લઇને જતા રહ્યાં છે. ત્યારબાદ મારી મુંઝવણ સતત વધી ગઇ છે. મને ખબર છે હું સમજી વિચારીને જ આ પગલુ ભરૂ છું. છેલ્લે લાખની જરૂર હતી તો નરેન્દ્ર પુજારાને મેં સાટાખત ભરીને 12 લાખ સાટાખતનાં ભરેલા છે. ઘણુ બધુ લખવું છે ઉતાવળમાં લખુ છું. સમય નથી મને બધા બહુ યાદ આવે છે. મરવુ સહેલું નથી પણ મજબૂરી છે. કોરોનામાં કામકાજ નથી અને સમય ખરાબ ચાલી રહ્યો છે. બધાના નામ નથી લેતો પણ બધાને જયશ્રી કૃષ્ણ.

આ પણ વાંચો :સુરત ક્રાઇમ બ્રાન્ચે ધાડ અને લૂંટ આચરતા 10 ઈસમોની કરી ધરપકડ

પત્નીનું આક્રંદ અને સુસાઇડ નોટની તસવીર. - Divya Bhaskar

આ ઘટના અંગે કમલેશભાઇનાં પત્ની જયશ્રીબેન અને તેમના મોટાભાઇ કાનજીભાઇએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અમારૂ મકાન વેચવાનું હોય જેથી સમાચાર પત્રમાં એક જાહેરાત આપવામાં આવી હતી. જેથી અમોને વકીલ આર.ડી.વોરાનો સંપર્ક થયો હતો અને તેની પાસે લેનાર પાર્ટી હોય જેથી તેના સંબંધીને જ આ મકાન રૂ.1.20 કરોડમાં વેચ્યુ હતું. તેના રૂા.20 લાખ અમારી પાસે આવી ગયા હતા અને બાકીના રૂા.1 કરોડ લેવાના બાકી હતા. તેની પાસે રૂ.1 કરોડ લેવા જતાં તેઓ હેરાનગતિ કરતા અને તેઓને બધા રૂપિયા આપી દીધા છે.

આ પણ વાંચો : રાત્રીના અંધારામાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની ગ્રામજનોને કરી આવી હાલત, વીડિયો વાયરલ

તેવુ જણાવતાં હતા અને અમારા બાકી રહેલા પૈસાની માંગણી કરતા આર.ડી.વોરાએ અમારા વિરૂઘ્ધ પોલીસમાં અરજી કરી અને તેમાં ઉલ્લેખ કર્યો કે આ લોકોને મકાનનાં પૈસા આપી દીધા છતાં આ લોકો મકાન ખાલી કરતાં નથી. જેથી અમારી સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી થયાનું માલુમ પડતાં પતિ આઘાતમાં રહેતા હતા અને તેમણે એક સ્યુસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં રાજકોટ પોલીસ અમોને ન્યાય આપે એવી અમારી વિનંતી છે. તેવુ જણાવવામાં આવ્યું હતું. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસે સ્યુસાઇડ નોટનાં આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

આ પણ વાંચો :કોરોનાથી કંટાળ્યો માણસ, રૂપિયા ઉડાવીને કર્યો આપઘાતનો પ્રયાસ

 રાજકોટના નાનામવા રોડ પર રહેતા બ્રાહ્મણ પરિવારે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઉપરોકત તસવીરમાં સારવારમાં રહેલા અને કર્મકાંડનો વ્યવસાય કરતાં કમલેશભાઇ, તેમના પુત્ર અંકિત અને પુત્રી કૃપાલી તેમજ આઘાતમાં સરી પડેલી તેમના પત્ની જયશ્રીબેન નજરે પડે છે.