આમ તો કેસરની ખેતી ઠંડા વાતાવરણમાં જ શક્ય છે અને તેના માટે જ જમ્મુ અને કાશ્મીર કે હિમાચલ પ્રદેશ જેવા વાતાવરણમાં કેસરની ખેતી આસાનીથી થતી હોય છે. પરંતુ હવે કેસરની ખેતી સૌરાષ્ટ્રમાં પણ શક્ય બની છે. કેશોદ તાલુકાનાં ભાટ સિમરોલી ગામે એક ખેડૂતે પોતાની જમીન ઉપર કેસર ઉગાડવાની સિદ્ધિ હાંસલ કરી છે.
રાજકારણ / પેટ્રોલ-ડીઝલ પર લૂટ હતી, હવે ચૂંટણી પૂર્ણ થતા જ મધ્યમવર્ગની બચત પર વ્યાજ ઓછુ કરીને કરાશે લૂટ
કેસર માત્ર ઠંડા વાતાવરણમાં જ થઈ શકે તે લોકો વર્ષોથી જાણે છે. જો કે સૌરાષ્ટ્રનાં જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં ભાટ સિમરોલી ગામનાં ખેડૂતએ પોતાની જમીનમાં ઉગાડવાની સિદ્ધિ હાંસલ કરી છે. કેસરનું નાનું એવું વાવેતર કરી તેમાંથી કેસરનું ઉત્પાદન કરવામાં સફળતા મેળવી છે. આ ખેડૂતનું નામ આનંદ ભાઈ લુક્કા છે. આનંદ ભાઈને અલગ અલગ વસ્તુની ખેતીનું એક્સપેરીમેંટ કરવું ગમે છે, જેથી તેમના ધ્યાનમાં કેસરની ખેતી કરવાનું આવ્યું ત્યાર બાદ તેને ઇન્ટરનેટનાં માધ્યમથી વધુ રિસર્ચ કર્યું અને જાણવા મળ્યું કે દુનિયાભરમાં સારામાં સારું કેસર અફઘાનિસ્તાનમાં થાય છે. બસ ત્યારથી જ ધાર્યું કે જો અફઘાનિસ્તાન જેવા રણ વિસ્તારમાં ગરમ પ્રદેશમાં ઉગે તો મારા ખેતરમાં કેમ ન થાય.
IPL થશે તો ખરાને! / ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા સંકટનાં વાદળ, હવે આ ખેલાડીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
શરૂઆતમાં 20 જેટલા છોડવા માટે 200 થી 400 ગ્રામ જેટલું કેસરનું ઉત્પાદન થયું અને હવે આગળ વધુ કેસરનું ઉત્પાદન થાય તે અંગેની શરૂઆત કરી દીધી છે. આનંદ લુક્કાએ આ સાથે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા પૂરી પાડી છે. કારણ કે મન હોય તો માળવે જવાય અને ધાર્યું તો ધણીનું જ થાય તે ઉક્તિને પણ સાર્થક આનંદભાઇ કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
