ઉના/ 29 માછીમારો પાકિસ્તાનની જેલમાં, પરિવાર ભોગવી રહ્યું છે આર્થિક મુશ્કેલી

ઉના દાંડી 29 માછીમારો પાકિસ્તાન જેલમાં, પરિવાર આર્થિક મુશ્કેલીમાં

Gujarat Others
  • ગીર સોમનાથ જિલ્લાના 202 માછીમારો હાલ પાકિસ્તાન જેલમાં કેદ, માત્ર ઊનાના 29 માછીમારો

ઓખા, જખૌ,  દ્વારકા, કચ્છની દરિયાઈ સીમા નજીક માછીમારી કરતી બોટોને અવાર નવાર પાકિસ્તાનની મરિન સિકયુરિટી એજન્સી પકડીને લઈ જાય છે. અને વર્ષો સુધી જેલમાં ગોંધી રાખતી હોય છે. ગીર સોમનાથ જિલ્લાના કુલ 202 માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં છે. જ્યારે ઉના તાલુકાના એકલા દાંડી ગામના 29 માછીમારો હાલ પાકિસ્તાન જેલમાં કેદ છે.

પાકિસ્તાન જેલમાં રહેલા માછીમારોના પરિવારોએ અનેક યાતના વેઠવી પડે છે. આ મહિલાઓ અને તેમના  બાળકો પૂછે છે અમારા સ્વજન ક્યારે છૂટશે. મત્સયઉદ્યોગના અધિક્ષક નાયબ નિયામકની કચેરીના રેકોર્ડ આધારિત માહિતી મુજબ 3 માર્ચ 2017 થી 2 ફેબ્રુઆરી 2020 સુધીમાં ગીર સોમનાથ જિલ્લાના 202 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે.

જેમાં એકલા ઉના તાલુકાના દાંડી ગામના જ 29 માછીમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 2021 ના વર્ષ દરમ્યાન પણ માછીમારોને પાકિસ્તાને પકડ્યા છે તેની વિગતો હજુ જોકે મળતી નથી. આમ પાંચ વર્ષ જેવા લાંબા સમયથી આ માછીમારોના પરિવારોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં હજુ તેમના સ્વજનો ક્યારેય છૂટીને પાછાઆવશે તેની ખબર નથી. પણ પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારો કેમ છૂટતા નથી તેનો સ્પષ્ટ જવાબ નથી મળતો.

માછીમારોના પરિવારનો પણ આક્ષેપ છે કે બોટ માલિકો પોતાની બોટમાં જે તે મુખ્ય ટંડનના હસ્તક બીજા માછીમારોને સીઝન આધારિત પગાર નક્કી કરીને બોટમાં લઈ જતા હોય છે. પણ તેઓને પાકિસ્તાન પકડી જાય ત્યારે છોડાવવાની કોઈ કાર્યવાહી કરતા નથી. એટલું જ નહીં તેમના પરિવારોને આર્થિક મદદ પણ કરતા નથી. આથી ઘરની મહિલાઓ બાળકો માનસિક અને આર્થિક રીતે પણ ભાંગી પડતી હોય છે. આવા પરિવારોના બાળકોએ શિક્ષણ છોડીને મજુરી કામે લાગી જવું પડે છે. તેઓ બાળ મજૂરીને કારણે અનેક બિમારીનો ભોગ પણ બને છે.

Strike / આ કારણે બિલ્ડરો 12મી ફેબ્રુ.એ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરશે…

ધર્મ વિશેષ / વસંત પંચમી : શું તમે વાણી દોષથી પરેશાન છો ? માતા સરસ્વતીની આ સ્તુતિનો જાપ કરો

covid19 / છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3.70 લાખથી વધુ નવા કેસો, 12 હજારથી વધુ લોકોનાં મોત

major decision / INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે મુક્યો પ્રતિબંધ, ખરીદનારને પણ પાઠવી નોટીસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ