UP/ પ્રિયંકાએ મારી પ્રયાગમાં ડૂબકી, કોંગ્રેસ ડુબશે કે તરશે?

રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રમોદ તિવારી અને તેમની પુત્રી આરાધના મિશ્રા પણ હાજર રહ્યા હતા. જ્યારે પ્રિયંકા ગાંધી બોટમાં બેસી સંગમ જઈ રહ્યા હતા, ત્યારે યોગી સરકારના હેલિકોપ્ટરએ માઘ મેળાના ભક્તો પર તે સમયે ફૂલો વરસાવ્યા.

Top Stories India

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા ગુરુવારે એક દિવસીય પ્રયાગરાજ યાત્રા પર પહોંચ્યા હતા. આ યાત્રા દરમિયાન બપોરે તેમણે અરેલ ઘાટથી બોટ દ્વારા સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. પ્રિયંકા ગાંધી જાતે બોટ ચલાવીને  થઈને પરત આવ્યા હતા. કોંગ્રેસની ડૂબી રહેલ નાવને પાર લાગવાના પ્રયાસ કરતા જોવા મળ્યા. તે તેની પુત્રી અને મિત્રો સાથે બોટમાં બેસીને ગંગાની સવારી કરી.

આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રમોદ તિવારી અને તેમની પુત્રી આરાધના મિશ્રા પણ હાજર રહ્યા હતા. જ્યારે પ્રિયંકા ગાંધી બોટમાં બેસી સંગમ જઈ રહ્યા હતા, ત્યારે યોગી સરકારના હેલિકોપ્ટરએ માઘ મેળાના ભક્તો પર તે સમયે ફૂલો વરસાવ્યા.

Priyanka Gandhi Vadra

આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં મૌની અમાસ નિમિત્તે, ભક્તો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. ગુરુવારની સવારથી જ પવિત્ર નદીઓના કાંઠે આસ્થાની લહેર જોવા મળી હતી. તે જ સમયે, પ્રિયંકા ગાંધી સવારે 11.40 વાગ્યે આનંદ ભવન પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

Priyanka Gandhi Vadra

જણાવીએ કે, પ્રિયંકાની પ્રયાગરાજ યાત્રાને ભાજપના મતદાતાઓને આકર્ષવા અને હિંદી હૃદયભૂમિમાં પોતાનું સ્થાન જમાવવા માટે એક મહત્ત્વપૂર્ણ રાજનીતિક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદિઓનો સંગમ છે. આ પહેલા, વચગાળાના કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ સંગમ પર પવિત્ર સ્નાન કર્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ