Election/ લગ્નના ફેરા ફરતા પહેલા આ દુલ્હા-દુલ્હન પહોંચ્યા મતદાન કરવા, કહ્યું પહેલા મતદાન પછી…

આજે દિવસ દરમિયાન તેને ત્યાં લગ્નની બીજી વિધિઓ પણ હતી પરંતુ તે પહેલા તેણે મતદાનની વિધિ પૂર્ણ કરવાનું મહત્વનું માન્યું હતું. અને મતદાન કરીને તેણે લોકોને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 

Gujarat Others

આજે ગુજરાતની છ મહાનગરપાલિરાનની 575 બેકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. જેના માટે 2276 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આજે મહાનગરપાલિકાના 1,14,66,973 મતદારો મતદાન કરશે. તેમાં 60,060,435 પુરૂષ મતદાતાઓ અને 54,06,538 સ્ત્રી મતદાતાઓ મતદાન કરશે. ત્યારે વડોદરામાં ઘણી જગ્યાએ આજે લગ્ન પ્રસંગ હતા. જેમાં સમા વિસ્તારમાં રહેતી કન્યાના આજે લગ્ન છે અને તે તેના ભાઈ સાથે ઊર્મિ સ્કૂલ ખાતે મતદાન કરવા આવી પહોંચી હતી.

આજે દિવસ દરમિયાન તેને ત્યાં લગ્નની બીજી વિધિઓ પણ હતી પરંતુ તે પહેલા તેણે મતદાનની વિધિ પૂર્ણ કરવાનું મહત્વનું માન્યું હતું. અને મતદાન કરીને તેણે લોકોને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.  સમા ખાતે રહેતી અંકિતાના આજે લગ્ન હતા અને તેના ભાઈ મેહુલ અને હાર્દિક સાથે મત આપવા માટે આવી પહોંચી હતી. મતદાન કર્યા બાદ તેમને ત્યાં ગ્રહશાંતિની વિધિ થવાની હતી.

અમદાવાદ

આ પહેલા અમદાવાદના થલતેજ વોર્ડ નંબર 8માં ઘોડે ચઢીને એક વરરાજા આવ્યા હતા. અમદાવાદ મનપાની ચૂંટણીમાં મતદારોને પ્રેરણા આપતો કિસ્સો જોવા મળ્યો હતો. પહેલાં મતદાન પછી બીજા કામ તે જ રીતે આ પરિવારે પહેલાં મતદાન પછી જાન એવુ સૂત્ર અનાવ્યું હતું.

અસારવામાં પણ લગ્ન પહેલા વરરાજા રજવાડી ઠાઠમાં ખુલ્લી જીપમાં બેસીને તૈયાર થઇ મતદાન મથકે પહોચ્યા હતા. વરરાજાએ મતદાન કેન્દ્ર પર પહોચીને પરિવાર સાથે નોંધણી કરાવીને મતદાન કરાવ્યું હતું. ખોખરા વિસ્તારમાં પણ લગ્ન કરવા જાય એ પહેલા મતદાન કર્યુ હતું.

સુરત

તો બીજી બાજુ સુરતમાં પણ દુલ્હન લગ્ન પહેલા લોકશાહીની ફરજ નિભાવ પહોંચી હતી. મતદાન બાદ દુલ્હને કહ્યુ હતુ કે, પહેલા મતદાન અને પછી સપ્તપદીના સાતફેરા. દુલ્હન નિધી ગેલાણી મતદાન કર્યું હતુ અને  મતદાન કર્યા બાદ ફેરા ફર્યા હતા. પુણા ગામ વોર્ડ નં.16 માં નિધીએ મતદાન કર્યું હતુ.

વડોદરા

વડોદરામાં છત્રપતિ શિવાજી મહારાજ સ્કૂલમાં વરરાજાએ મતદાન કર્યું હતુ. અમદાવાદ જાન લઈને નીકળે તે પહેલાં તેણે  મતદાન કરીને શુકન કર્યા હતા. પિતા અને પુત્ર બંનેએ મતદાન કરીને લોકોને મતદાન કરવા  અપીલ કરી હતી.