Crime/ જુહાપુરામાં જાહેરમાં ચાર ઈસમોએ મહિલાને માર મારી કપડાં ફાડી નાખ્યા

અસામાજિક તત્વોની દાદાગીરીને કારણે જુહાપુરાનું નામ બદનામ થતું જઈ રહ્યું છે.જાણે જુહાપુરામાં ગુંડાઓનું રાજ હોય તેમ સમગ્ર વિસ્તારમાં ગુનાખોરી વધતી જઈ રહી છે.ગઈ કાલે પણ જુહાપુરામાં હનીટ્રેપનો કિસ્સો સામને આવ્યો હતો. જેમાં મહિલા સહીત ત્રણ ઈસમોએ મળીને એક વેપારીનું અપહરણ કર્યું હતું અને તેને માર મારીને 77 હજાર રૂપિયા બળજબરી રીતે પડાવી લીધા હતા. એટલુંજ […]

Ahmedabad Gujarat

અસામાજિક તત્વોની દાદાગીરીને કારણે જુહાપુરાનું નામ બદનામ થતું જઈ રહ્યું છે.જાણે જુહાપુરામાં ગુંડાઓનું રાજ હોય તેમ સમગ્ર વિસ્તારમાં ગુનાખોરી વધતી જઈ રહી છે.ગઈ કાલે પણ જુહાપુરામાં હનીટ્રેપનો કિસ્સો સામને આવ્યો હતો. જેમાં મહિલા સહીત ત્રણ ઈસમોએ મળીને એક વેપારીનું અપહરણ કર્યું હતું અને તેને માર મારીને 77 હજાર રૂપિયા બળજબરી રીતે પડાવી લીધા હતા. એટલુંજ નહિ બીજા એક બનાવમાં ખેડૂતની જગ્યાને ગેરકાયદેસર રીતે બે બિલ્ડરોએ પચાવી લઈને કરોડોની છેતરપિંડી કરી હતી.

આ બંને બનાવની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં વધુ એક જાહેરમાં મારામારી અને યુવતીની સાથે છેડતીનો બનાવ સામને આવ્યો છે. જુહાપુરામાં યાસ્મિન સોસાયટી પાસે જૂની અદાવતમાં ચાર ઈસમોએ એક મહિલા સાથે મારામારી કરી હતી. આરોપીઓએ મહિલાને જાહેરમાં ધમકાવતા કહ્યું હતું કે ” અમે અહીંના દાદા છે, તારા હાથ પગ તોડી નાખીને તારું ઘર ખાલી કરવીન દઈશું અને તને મારી નાંખીશુ.” એટલુંજ આરોપીઓએ મહિલાના કપડાં ફાડી નાખીને તેની જાહેરમાં છેડતી કરી હતી.

સીમા બેન ( નામ બદલેલ છે ) એટલા ગભરાઈ ગયા હતા કે તેમને કંઈ સુજતુ નહતું કે તેઓ આગળ હવે શું કરે. સોસાયટીના લોકોએ ઝઘડામાં વચ્ચે પડીને આરોપીઓને ત્યાંથી ભગાડ્યા હતા.અને મહિલાને હિમ્મત આપીને સમગ્ર મામલા અંગે પોલીસને જણાવવા માટે કહ્યું હતું જેથી સોસાયટીના લોકોની વાત માનીને સીમાબેને વેજલપુર પોલીસ મથકમાં જાકીર, સોહેલ, ફિરોઝ અને અકબર ચોપડાની સામે મારામારી અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.