UP/ પોલીસે સળગતી ચિતામાંથી બહાર કાઢ્યો મહિલાનો મૃતદેહ, જાણો એવુ શું થયું આ ઘટનામાં…

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે બળી રહેલી ડેડ બોડીને બહાર કાઢી હતી. આરોપ છે કે તેના સાસરિયાઓએ પહેલા તેને ઝેર આપીને તેની હત્યા કરી અને પછી ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કર્યા. પોલીસને આ બાબતનો ખ્યાલ આવતા જ તે તાત્કાલિક સ્મશાનઘાટ પહોંચી હતી અને મહિલાના મૃતદેહને સળગતી ચિતામાંથી બહાર કાઢ્યો હતો. […]

India

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે બળી રહેલી ડેડ બોડીને બહાર કાઢી હતી. આરોપ છે કે તેના સાસરિયાઓએ પહેલા તેને ઝેર આપીને તેની હત્યા કરી અને પછી ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કર્યા. પોલીસને આ બાબતનો ખ્યાલ આવતા જ તે તાત્કાલિક સ્મશાનઘાટ પહોંચી હતી અને મહિલાના મૃતદેહને સળગતી ચિતામાંથી બહાર કાઢ્યો હતો.

મહિલાના પરિવારે આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાઓએ તેને ઝેર આપીને મારી નાખી હતી અને તે છુપાઇને તેના અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા. પોલીસે મહિલાનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મહિલાના પિતાની ફરિયાદના પગલે પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી.

Reliance Jioનો ધમાકો, 1,999 રુપિયામાં મેળવો નવો જિયો ફોન અને 2 વર્ષ સુધી મળશે ફ્રી કોલિંગ

આ ઘટના કુતબશેર વિસ્તારના સબદલપુર ગામની છે. અમરસિંહે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે 14 વર્ષ પહેલા તેની પુત્રી લક્ષ્મીના લગ્ન નાથી નામના શખ્સ સાથે કર્યા હતા. આ સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે તેની પુત્રીના સાસરીયાવાળાએ ઝેર આપીને તેની હત્યા કરી હતી. પિતાએ કહ્યું કે આ વસ્તુની જાણ તેઓ કોઈને પણ ન કરી અને ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા.

સસ્તામાં ખરીદો 1.5 ટનનું સ્પ્લિટ AC, ડિસ્કાઉન્ટ બાદ મળશે તમારા બજેટમાં..

અમરસિંહના સમાચાર મળતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેની એક ટીમ સાથે તાત્કાલિક સ્મશાનગૃહ પહોંચ્યા હતા અને સળગતી આગમાંથી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે જણાવ્યું કે આ મહિલાના લગ્ન 14 વર્ષ પહેલા થયા હતા અને તેને બે બાળકો પણ છે. તેની એક બાળકોની ઉંમર 14 વર્ષની છે અને બીજો 8 વર્ષનો પુત્ર છે. પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.