Morbi/ પત્નીએ બદલો લેવા પ્રેમીની મદદથી પતિની હત્યા કરી નાખી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગર વિસ્તારમાં બુટલેગરના રહેણાંક મકાનની પાછળ યુવાનને મારીને દાટી દેવામાં આવેલ છે તેવી ગુમ થયેલ યુવાનના પરિવારજનોએ મોરબી એસપીને કરેલી રજૂઆતને પગલે પોલીસ વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં ખૂલ્યું હતું કે મહિલા બુટલેગરે તેના બુટલેગર પ્રેમીની સાથે મળીને પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું છે. અને યુવાનનને સંભવત: ગળેટૂંપો આપીને […]

Gujarat

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગર વિસ્તારમાં બુટલેગરના રહેણાંક મકાનની પાછળ યુવાનને મારીને દાટી દેવામાં આવેલ છે તેવી ગુમ થયેલ યુવાનના પરિવારજનોએ મોરબી એસપીને કરેલી રજૂઆતને પગલે પોલીસ વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં ખૂલ્યું હતું કે મહિલા બુટલેગરે તેના બુટલેગર પ્રેમીની સાથે મળીને પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું છે. અને યુવાનનને સંભવત: ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પ્રેમીના ઘરની પાછળ લાશને દાટી દીધી હતી. જેથી પોલીસે આ યુવાનની લાશ બહાર કાઢી હતી અને મૃતકની બહેનની ફરીયાદ ઉપરથી મૃતક યુવાનની બુટલેગર પત્ની તથા તેના બુટલેગર પ્રેમી વિરુદ્ધ હાલ મર્ડરનો ગુનો દાખલ કરીને આગળની તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત તા.૨૭-૨ ના રાત્રીના અગિયાર વાગ્યાથી શૈલેષ અગેચાણીયા (રહે.કબીરટેકરી) ગુમ થયો હતો જે અંગે તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં ગુમ થયેલ યુવાનની બહેન સહિતના પરિવારે ગુમ થયેલા શૈલેષની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષ અગેચાણીયા કે જે મોટા પાયે દેશી દારૂનો ધંધો કરે છે તેની સામે આંગળી ચીંધી હતી. કારણ કે આઠ-દસ મહિનાથી યાસ્મીન તેના પતિ શૈલેષ કોળીને મૂકીને દારૂના ધંધાર્થી જુમા સાજણ માજોઠી (રહે.કાંતિનગર) માળીયા ફાટક પાસે મોરબી-૨ ની સાથે રહેતી હતી.

તેથી મોરબી એલસીબી અને બી ડિવિઝનના પીઆઈઓ સહિતના સ્ટાફે આ દિશામાં તપાસ કરતા અને યાસ્મીનની ઉલટ તપાસ કરતા સમગ્ર મર્ડરનો મામલો સામે આવ્યો હતો. જેની સિલસિલા બંધ હકીકતો જોઈએ તો યાસ્મીન ઉર્ફે આરતીના લગ્ન અગાઉ સંજય કોળી નામના યુવાન સાથે થયા હતા એ સંજયનું મોત થતાં આરતીએ મૃતક શૈલેષ અગેચાણીયા કોળીની સાથે દેવટુ કરૂને તેનું ઘર માંડ્યું હતું અને પત્ની તરીકે શૈલેષની સાથે રહેતી હતી. દરમિયાનમાં આરતી દેશી દારૂનો મોટાપાયે ધંધો કરતી હોય તેની આંખ દેશીના બુટલેગર જુમા સાજણ માજોઠી સાથે મળી ગઈ હતી. જેથી છેલ્લા આઠ-દસ મહિનાથી યાસ્મીન ઉર્ફે આરતી પોતાના પતિ શૈલેષ કોળીને છોડીને સાજણ માજોઠીનું ઘર માંડ્યું હતું..! અને તેની સાથે સામાકાંઠે કાંતિનગર વિસ્તારમાં રહેવા ચાલી ગઈ હતી.

દરમિયાનમાં ૨૭ મી તારીખના રાત્રીના અગિયાર વાગ્યાથી શૈલેષ કોળી ગુમ થયો હોય તેની બહેન બહેન સુમીતાબેન સંજયભાઈ ગોરધનભાઈ કંબોડિયા કોળી (૨૫) (રહે.દૂધસાગર રોડ શિવાજીનગર શેરી નંબર-૫ હાલ રહે. મોરબી કબીરટેકરી શેરી નંબર-૫ )એ પોલીસને જાણ કરી હતી અને શંકાની સોય યાસ્મીન સામે તાંકી હતી જેથી કરીને મોરબી જિલ્લા પોલીસ વડા ઓડેદરાએ એલસીબીને ઉપરોક્ત તપાસ કરવાનું સૂચન કરતા એલસીબી પીઆઇ જાડેજા તથા બી ડિવિઝન પીઆઇ કોંઠીયાએ સ્ટાફ મારફતે તપાસ કરી હતી અને યાસ્મીનને રાઉન્ડઅપ કરી તેની ઉલટ તપાસ કરવામાં આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો કે યાસ્મીન ઉર્ફે આરતીએ પોતાના પતિ શૈલેષ કોળીને પોતાના ઘરે એટલે કે હાલ તે છેલ્લા આઠેક મહિનાથી જુમ્મા સાજણ માજોઠીના ઘરમાં રહેતી હોય ત્યાં કાંતિનગર વિસ્તારમાં બોલાવ્યો હતો જેથી શૈલેષ તેના ઘરે ગયો હતો ત્યારે શૈલેષની પત્ની યાસ્મીન અને તેણીના પ્રેમી જુમ્મા સાજણ માજોઠીએ એકસંપ કરીને પ્રથમ શૈલેષને ગળેટુંપો દઇને હત્યા કરી નાખી હતી. અને બાદમાં જુમા માજોઠીના ઘરની પાછળ ખાડો ખોદીને તેને દાંટી દીધો હતો.

હાલ મૃતર શૈલેષની બહેન સુમીતાબેન સંજયભાઈ કોળીની ફરિયાદ લઈને યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષ અગેચાણીયા અને જૂના સાજણ માજોઠી રહે. બંને હાલ કાંતિનગર મોરબી-૨ સામે મર્ડરનો ગુનો દાખલ કર્યો છે અને હાલ યાસ્મીનને હસ્તગત કરીને જુમા માજોઠીની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.