Breaking News/ એર ઇન્ડિયા અકસ્માત બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું, ‘બ્લેક બોક્સ ડેટા ડીકોડ કરવામાં આવી રહ્યો છે…’

રામ મોહન નાયડુએ આ કેસ અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે વિમાન 650 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું અને તે સમયે વિમાનમાં ખામી સર્જાતા પાઇલટે મે ડેનો સંદેશ આપ્યો હતો.

Top Stories Gujarat Breaking News

Breaking News:અમદાવાદમા 12 જૂને થયેલ પ્લેન ક્રેશમાં ઘણા લોકોના જીવ ગયા  હતા. ભારતના ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી ખરાબ એકલ વિમાન દુર્ઘટના બની હતી, જેમાં અત્યાર સુધીમાં 274 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.ત્યારે અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે ઉડ્ડયન મંત્રીએ યોજી પ્રેસ કોન્ફરન્સ યોજી છે.

રામમોહન નાયડૂએ કહ્યું હતું કે દરેક એંગલથી થઇ  દુર્ઘટનાની તપાસ રહી છે. આ દુર્ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. ગઇકાલે સાંજે 5 વાગે વિમાનનું બ્લેક બોક્ષ મળ્યું હતું. જેનો તપાસ કમિટી 3 મહિનામાં રિપોર્ટ  સોંપશે.મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે ઉડ્ડયન મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. રામ મોહન નાયડુએ આ કેસ અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે વિમાન 650 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું અને તે સમયે વિમાનમાં ખામી સર્જાતા પાઇલટે મે ડેનો સંદેશ આપ્યો હતો.

ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમર કુમાર સિંહાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘વિમાન બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી હતી અને થોડીક સેકન્ડમાં 650 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ તેની ઊંચાઈ ઓછી થવા લાગી હતી. બપોરે 1:39 વાગ્યે પાયલોટે ATC ને મે ડે વિશે જાણ કરી. જ્યારે ATC એ વિમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈ જવાબ મળ્યો ન હતો. બરાબર એક મિનિટ પછી તે મેઘનાનગરમાં ક્રેશ થયું.’

ઉડ્ડયન મંત્રાલયના સચિવે કહ્યું, ‘અમે સાંજે 6 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં આગ લગભગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ હતી. અમારું ફ્લાઇટ ડેટા રેકોર્ડર એટલે કે બ્લેક બોક્સ મળી આવ્યું છે, ઘટનાની તપાસ ચાલી રહી છે. AAIB ઘટનાની તપાસ કરશે, તપાસ માટે બીજી ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમ ઉડ્ડયન સુરક્ષાની સમીક્ષા કરશે અને તેને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે અંગે વિચારણા કરશે.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, ‘વિમાન ક્રેશ થયા પછી, એક મોટો વિસ્ફોટ થયો અને તેના કારણે આગ ફેલાઈ ગઈ. આગ પર કાબુ મેળવ્યો ત્યારે 6 વાગ્યા હતા. હવે સમિતિ આ મામલાની તપાસ કરી રહી છે. જે તમામ પુરાવા અને નિવેદનો એકત્રિત કરશે અને રિપોર્ટ રજૂ કરશે.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે વાત કરી, તાત્કાલિક મદદ પૂરી પાડવા સૂચનાઓ આપી

આ પણ વાંચો:‘એરપોર્ટ પર હશે વોર રૂમ’, ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્યનું ફ્લાઇટ અરાજકતા મેનેજમેન્ટ પર અપડેટ

આ પણ વાંચો:કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી