ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. બીજી તરફ વડોદરાની બરોડા હાઈસ્કૂલ અલકાપુરી અને વિદ્યા વિહાર સ્કૂલમાં ચાર વિધાર્થીઓનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ સોમવાર સુધી શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. વિધાર્થીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ વાલીઓએ ટેસ્ટ કરાવી સ્કૂલને જાણ કરી હતી. જે બાદમાં શાળા સંચાલકોએ શાળા બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત વિધાર્થીઓના સંપર્કમાં આવેલા ત્રણ શિક્ષકો અને અન્ય વિધાર્થીઓનો પણ ટેસ્ટ કરાવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે શાળાને પણ સેનિટાઇઝ કરવામાં આવી છે.વડોદરામાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્ન બાદ વિદાય વખતે કન્યાનું મોત થયું છે ત્યારબાદ સમગ્ર વડોદરા શહેરમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે.
Vaccination / કેજરીવાલ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો

Ranchi / ઝારખંડમાં નક્સલવાદી હુમલો, IED બ્લાસ્ટમાં આટલા જવાનો થયા શહીદ, 2 ઘાયલ
એટલે કે લગ્નનો પ્રસંગ એકાએક માતમમાં ફેરવાઈ ગયો હતો. શહેરના ગોત્રી વિસ્તાર માં આ બનાવ બન્યો છે. લગ્ન બાદ આજે સવારે કન્યાની વિદાય રાખવામાં આવી હતી. આ દરમિયાન કન્યાને અચાનક ચક્કર આવ્યા હતા અને તે ઢળી પડી હતી. જે બાદમાં કન્યાને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. આ દરમિયાન કન્યાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વિદાય પ્રસંગે જ કેન્યાએ દુનિયામાંથી ‘વિદાય’ લઈ લેતા વર અને કન્યા એમ બંને પક્ષના લોકોને આઘાત લાગ્યો હતો. બીજી તરફ કન્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પણ દોડધામ મચી ગઈ છે. લગ્ન પ્રસંગમાં અનેક લોકો એકઠા થયેલા હોવાથી અન્ય લોકોને પણ ચેપ લાગવાનો ખતરો હોવાથી કન્યાના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરવા માટે દોડાદોડી કરી છે.
આ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં 63 વર્ષની ઉંમરે એક વ્યક્તિએ 40 વર્ષીય મહિલા સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નની આ ખુશી વધારે સમય ટકી નહીં. કારણ કે સાસરીમાં પગલાં માંડતા જ દુલ્હનનું મોત થયું હતું. વડોદરા જિલ્લાના પીપલછટ ગામમાં રહેનારા 63 વર્ષીય કલ્યાણભાઈ રબારી અને 40 વર્ષીય લીલાબેનના ધામધૂમથી લગ્ન થયા હતા. આ લગ્ન અને પોતાના જીવનસાથીને લઈને બંને ખુશ હતા.જેમાં વૃદ્ધ સૌથી વધારે ખુશ હતા કે કારણ કે મોડે તો મોડે પરંતુ તેમને કન્યા મળી હતી. પરંતુ તેમને ખબર નહતી કે તેમની કિસ્મતમાં પત્નીનું સુખ લખ્યું જ નથી. એક દિવસ બાદ મંગળવારે દુલ્હન લીલા સાસરે પહોંચી હતી. લગ્નની રસમો દરમિયાન જ અચાનક દુલ્હન ચક્કર ખાઈને પડી ગઈ હતી. બેભાન હાલતમાં કલ્યાણ પોતાની નવી નવેલી દુલ્હનને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
