છોટાઉદેપુર તાલુકા પંચાયત માં 26 બેઠકો માંથી 20 બેઠકો ઉપર ભાજપ ના ઉમેદવારો વિજયી થતા છોટાઉદેપુર તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસે થી ખુંચવી લીધી હતી પરંતુ પ્રમુખ અંગે મંડાગાંઠ સર્જાતા ફરીથી કોંગ્રેસ ના મોમાં બગાસું ખાતા પતાસું આવ્યું હતું. જિલ્લા ભાજપ ના પદાધિકારીઓ દ્વારા જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત માટે મેન્ડેટ જાહેર કરાયા હતા જેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે જયસિંહ હિંમતસિંહ રાઠવા અને ઉપપ્રમુખ પદ માટે રાજેશભાઈ રાઠવા નું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
પરંતુ ગત દિવસે પ્રમુખ પદ માટે 2 ફોર્મ ભરાયા હતા. જયસિંહ રાઠવા એ ભાજપના મેન્ડેટ થી પ્રમુખ ની દાવેદારી નોંધાવી હતી જયારે રાજેશ રાઠવા એ પણ પ્રમુખ માટે દાવેદારી જાહેર કરી હતી. જેથી ભાજપની મોવડી મંડળ દોડતું થયું હતું. આજે તાલુકા પંચાયત ના સભાખંડ માં પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાતા ભાજપના બાગી ઉમેદવાર રાજેશ રાઠવા ને કોંગ્રેસ ના 6 સભ્યોએ ટેકો જાહેર કરતા 26 માંથી 15 વોટ મેળવી વિજયી બન્યા હતા જયારે જયસિંહ રાઠવા ને 10 મત મળ્યા હતા ઉપપ્રમુખ પદ માટે ભાજપના બરોજ બેઠક ના નકુંડીબેન સુરસીંગભાઇ રાઠવા 15 મત મેળવી વિજેતા બન્યા હતા.
જયારે જયસિંહ રાઠવા પ્રેરિત ભાજપના કલ્પનાબેન રાઠવાને 10 મત મળ્યા હતા . વિજેતા ઉમેદવાર રાજેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે હું પક્ષ વિરોધી નથી પરંતુ વ્યક્તિ વિરોધ ને કારણે આ કરવું પડ્યું છે. પ્રજા મારે માટે માતા સર્વોપરી છે. જયારે કોંગ્રેસ ના અગ્રણી યુવાનેતા સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા યુવા અને સાચા કાર્યકરોની અવગણના કરવામાં આવે છે. રાજેશભાઈ રાઠવા જાગૃત અને સેવાભાવી હોવાથી અમે તેઓને ટેકો આપ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
