વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
અમદાવાદના પાંચકુવા વિસ્તાર પાસે રેવડી બજાર માં આગની ઘટનાએ મોડી રાત્રે આકાર લીધો છે.. ઉલ્લેખનીય છે કે રેવડી બજાર માં આવેલી કાપડની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી જેના કારણે અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો. ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિકો દ્વારા આગને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી. પરંતુ આગ વધુ વિકરાળ બનતા ફાયરબ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી.
ફાયર બ્રિગેડને આગની જાણ થતા તુરંત જ 3 ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાથે જ ફાયર બ્રિગેડ ના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને આજની નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.કાપડની દુકાનમાં આગ લાગવા નુ કારણ હાલમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.જેથી હાલ ફાયર બ્રિગેડ દ્વારા અન્ય દુકાનોમાં આગ ન પડે અને આગ પર નિયંત્રણ મેળવી લેવાય ગમે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
