Not Set/ જોકોવિચનો અશ્લિલ વીડિયો બનાવવા આ મોડેલને 51 લાખ રૂપિયાની મળી ઓફર!

દુનિયાનો નંબર વન ટેનિસ ખેલાડી ફસાયો હોવાનો મોટો કિસ્સો બહાર આવ્યો છે. જણાવી દઇએ કે, સર્બિયાની મોડેલ નતાલિયા સ્કેકિચે વિશ્વનાં નંબર વન ટેનિસ ખેલાડી, નોવાક જોકોવિચ વિશે આશ્ચર્યજનક દાવો કર્યો છે.

Trending

દુનિયાનો નંબર વન ટેનિસ ખેલાડી ફસાયો હોવાનો મોટો કિસ્સો બહાર આવ્યો છે. જણાવી દઇએ કે, સર્બિયાની મોડેલ નતાલિયા સ્કેકિચે વિશ્વનાં નંબર વન ટેનિસ ખેલાડી, નોવાક જોકોવિચ વિશે આશ્ચર્યજનક દાવો કર્યો છે. એક પ્રાઇવેટ વેબ સાઇટ અનુસાર, સર્બિયન મોડેલે દાવો કર્યો છે કે, એક શખ્સે તેને નોવાક જોકોવિચને ફસાવવા માટે કહ્યું હતું. બદલામાં, વ્યક્તિએ તેને 60 હજાર યુરો એટસે કે 51 લાખ રૂપિયાની ઓફર કરી હતી.

2020 નું પુનરાવર્તન / મહારાષ્ટ્રમાં કોરોનાએ માથુ ઉચક્યું, બે જિલ્લાઓમાં લોકડાઉન

આ સાથે, મોડેલે કહ્યું કે, આમ કરવાથી, આ વ્યક્તિએ મોડેલ નતાલિયા સ્કેકિચનાં તેની પસંદગીની જગ્યાએ રજા મનાવવાની ઓફર પણ આપી હતી. નતાલિયા સ્કેકિચે સ્વૈટ એન્ડ સ્કેન્ડલ નામનાં મેગેઝિન સાથે વાત કરતા આ દાવો કર્યો હતો. તેણે કહ્યું કે તે સાચું છે કે એક માણસે મારી સાથે સંપર્ક કર્યો. હુ તેને લંડનથી જાણુ છુ અને હુ તેને એક સારો છોકરો માનતી હતી. જો કે તે સારો છોકરો પણ હતો. જ્યારે તેણે મને ડેટ વિશે પૂછ્યું, ત્યારે મને લાગ્યું કે તે કોઈ વ્યવસાય સંબંધિત મામલો હશે.

કોરોના કહેર / વર્ષ 2021 માં પ્રથમવાર એક જ દિવસમાં કોરોનાથી 275 દર્દીઓનાં નોંધાયા મોત

જો કે, જ્યારે વાતચીત આગળ વધી, તો મેં જોયું કે તેના મારા જીવન સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે જ્યારે એવુ કહ્યું કે, હું નોવાક જોકોવિચને સિડ્યૂસ કરુ અને તે તેને રેકોર્ડ કરવા માંગે છે, જે સાંભળી હુ ચોંકી ગઇ હતી. તેના બદલે તેણે મને 60,000 યુરો ઓફર કર્યા હતા. મોડેલે કહ્યું કે, તે આ ઓફર બાદ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મોડેલે આગળ કહ્યું કે, હું તેની વાત સાંભળ્યા પછી ગુસ્સે ભરાઈ ગઇ હતી. મને લાગ્યું કે તેના પર પાણી ફેંકી દઉ, પરંતુ તે એક સાર્વજનિક સ્થળ હતું, તેથી મેં તે કર્યું નહીં. સોશિયલ મીડિયા સ્ટારે કહ્યું કે, મેં મારો સામાન ઉપાડ્યો અને હું ત્યાંથી ચાલી ગઇ. હું આશા રાખું છું કે તેને આવી છોકરી નહીં મળે જે આ કરવાનું પસંદ કરશે કારણ કે તે નોવાક સાથે ખોટુ કહેવાશે. નોવાકની ગણતરી વિશ્વનાં શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તે આપણા દેશનો સૌથી મોટો બ્રાન્ડ એમ્બેસેડર છે અને એક આદર્શ ફેમિલી મેન છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ