Not Set/ બોરસદમાં કોરોનાનો કહેર, રવિવારે જનતા કર્ફ્યુ લાગુ કરાયો

કોરોનાનો કહેર વધતાં બોરસદ નગરપાલિકાએ આજે રવિવારે જનતા કર્ફ્યૂ રાખ્યો હતો. સવારથીજ બોરસદમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી જોવા માંડી હતી. જ્યારે અન્ય દુકાનો તેમજ મોલ બંધ જોવા મળ્યા હતા. બોરસદના જે જાહેર સ્થળો ઉપર લોકોની ભીડ ભેગી થતી હતી તેવા તમામ સ્થળો ઉપર પોલીસે પેટ્રોલિંગ વધારી દઈને લોકોને ઘરમાં જ રહેવા માટેની અપીલ કરી […]

Gujarat

કોરોનાનો કહેર વધતાં બોરસદ નગરપાલિકાએ આજે રવિવારે જનતા કર્ફ્યૂ રાખ્યો હતો. સવારથીજ બોરસદમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી જોવા માંડી હતી. જ્યારે અન્ય દુકાનો તેમજ મોલ બંધ જોવા મળ્યા હતા. બોરસદના જે જાહેર સ્થળો ઉપર લોકોની ભીડ ભેગી થતી હતી તેવા તમામ સ્થળો ઉપર પોલીસે પેટ્રોલિંગ વધારી દઈને લોકોને ઘરમાં જ રહેવા માટેની અપીલ કરી હતી અને જે લોકો કાયદાનું ઉલ્લઘન કરતા દેખાયા હતા તેવા તમામ ઈસમોની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી બોરસદમાં કોરોના ના નવા કેસો ખુબજ વધી રહ્યા છે. જેના લીધે લોકોને કોરોના ના સક્ર્મણથી બચાવવા માટે બોરસદની નગરપાલિકાએ જનતા કર્ફ્યુ લાગુ કરવાનું નિર્ણય લીધું હતું. આજે રવિવારનો દિવસ હોવાથી મોટા ભાગે લોકો હરવા ફરવા માટે બહાર નીકળતા હોય છે પરંતુ, જનતા કર્ફ્યુ હોવાથી લોકોએ પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. તેના લીધે રોડ ઉપર લોકોની ભીડ નહિવત જોવા મળી હતી.