રાજ્યમાં ગરમીમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે. જેને પગલે નાગરીકો ગરમી અનુભવી રહ્યાં છે. જો કે આ વર્ષે વધુ ગરમી પડવાનાં એંધાણો જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષનો ઉનાળો વધુ ગરમ રહેવાની શકયતાઓ છે.

Covid-19 / સૂર્યપ્રકાશ આઠ ગણો ઝડપથી કોવિડ-19 વાયરસનો નાશ કરવામાં સક્ષમ : અધ્યયન
જો મહાનગરોનાં તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41.0 ડિગ્રી, વડોદરામાં 40.7 ડિગ્રી તાપમાન, સુરતમાં 38.2 તાપમાન, રાજકોટમાં 41.5 તાપમાન, ભાવનગરમાં 39.1 તાપમાન અને ભુજમાં મહત્તમ 39.0 ડિગ્રી તાપમાન નોંધાયું.

ડરવું જરૂરી છે: સુરતમાં કોરોના વોરિયર્સ કોરોનાની ઝપટમાં
ઉલ્લેખનીય છે કે, જે રીતે શિયાળામાં ઠંડીએ ઝોર પકડ્યું હતુ તેવી જ રીતે હવે ઉનાળાની શરૂઆત થવાની સાથે જ ગરમીમાં વધારો થઇ રહ્યો છે. તાપમાનમાં વધારો થતા બપોરનાં સમયે રસ્તાઓ પર આકાશમાંથી જાણે અગનવર્ષા ન થતી હોય તેવુ લાગી રહ્યું છે. ગરમીનાં કારણે ખાસ કરીને બપોરનાં સમયે રસ્તાઓ સુના દેખાતા હોય છે. જો કે આ હજુ શરૂઆત છે. આવનારા દિવસોમાં હજી વધુ ગરમી પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
મોટા સમાચાર: સીએમ રૂપાણીની મોટી જાહેરાત, આવતીકાલથી રાજ્યના 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ
ક્યાં કેટલું મહત્તમ તાપમાન?
શહેર તાપમાન
(ડિગ્રી)
અમદાવાદ 40.9
ગાંધીનગર 41.0
વડોદરા 40.7
સુરત 38.2
રાજકોટ 41.5
ભાવનગર 39.1
ભુજ 39.0
Interesting / આ છોડને અડવા માત્રથી થઇ શકે છે તમારી મોત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
