કોરોના સંક્રમણના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. રાજ્યનામાં કોરોનાનો કહેર જાેવા મળે છે.કોરોનાની બીજી લહેરથી લોકોમાં ભયનો માહોલ પેદા થયાં છે. લોકડાઉનના ડરથી પરપ્રાંતીય મુસાફરો પોતાના વતન જવા માટે નીખળ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશનની બહાર પરપ્રાતીયો પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. તેથી પ્રશાસને પ્લેટફોર્મ ટિકિટ પણ બંધ કરી દીધી છે.. મહારાષ્ટ્રમાંથી કે અન્ય રાજ્યમાથી આવતા પ્રવાસીઓ માટે આરટી પીસીઆર રિપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. તે છંતા પણ દેશી રેલવેમાં કોરોનાગ્રસ્ત પ્રવાસીઓ દ્વારા પ્રવાસ કરાઇ રહ્યો છે.તેના લીધે અમદાવાદ રેલવે સ્ટેશનને સેનેટાઇઝ કરવામાં આવ્યુ છે.
પ્રવાસીઓની અને રેલવે કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને અમદાલાદ રેલવે ઓથોરિટીએ રેલવે સ્ટેશનને સેનેટાઇઝ કરવાનો નિર્ણય લઇને સેનેટાઇઝ કરવા માટે સેનેટાઇઝ મશીન,ફયુમીગેશન મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વધતી પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
