કોરોના સંક્રમણના બીજા ફેઝમાં વધી રહેલા કેસો સામે લડવા મહાનગરપાલિકા હસ્તકની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને નિયમિત ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે 20,000 લિટરની નવી અત્યાધુનિક ઓક્સિજન ટેન્ક સ્થાપિત કરવામાં આવી છે. સ્મીમેરમાં કોરોનાના પ્રથમ ફેઝની સરખામણીમાં બીજા ફેઝમાં દૈનિક ઓક્સિજન આપૂર્તિ બમણી થઈ છે. ઉપરાંત, પૂરતી માત્રામાં લિક્વિડ ઓક્સિજન ટેન્ક દ્વારા ફ્લોલેસ ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ થતાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી અને સુવિધાજનક સારવાર શક્ય બની છે.
સુરત/
સ્મીમેરમાં કોરોનાના પ્રથમ ફેઝની સરખામણીમાં બીજા ફેઝમાં દૈનિક ઓક્સિજન આપૂર્તિ બમણી થઈ
કોરોના સંક્રમણના બીજા ફેઝમાં વધી રહેલા કેસો સામે લડવા મહાનગરપાલિકા હસ્તકની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને નિયમિત ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે 20,000 લિટરની નવી અત્યાધુનિક ઓક્સિજન ટેન્ક સ્થાપિત કરવામાં આવી છે. સ્મીમેરમાં કોરોનાના પ્રથમ ફેઝની સરખામણીમાં બીજા ફેઝમાં દૈનિક ઓક્સિજન આપૂર્તિ બમણી થઈ છે. ઉપરાંત, પૂરતી માત્રામાં લિક્વિડ ઓક્સિજન ટેન્ક દ્વારા ફ્લોલેસ […]
સ્મીમેર હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના હેડ અને પ્રોફેસર ડો.દિવ્યાંગ શાહ જણાવે છે કે, સ્મીમેરમાં હાલ 921 ઓક્સિજન સાથેના બેડ છે, જેમાં 540 મલ્ટીલેવલ પાર્કિંગ અને 381 જુના બિલ્ડીંગમાં ઉપલબ્ધ છે. કોરોનાની ગયા વર્ષની લહેરમાં સ્મીમેરમાં 10,000 અને 20,000 લિટરની ક્ષમતાવાળી બે ઓક્સિજન ટેન્ક કાર્યરત હતી. જેમાં વધારો કરીને 20 હજાર લિટરની નવી ટેન્ક ઈન્સ્ટોલ કરવામાં આવી છે. કોરોનાની પહેલી લહેરમાં રોજનો 13 થી 14 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ થતો હતો, જ્યારે બીજી લહેરમાં રોજનો 25 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે. ઓક્સિજન ટેન્ક થકી દર્દીઓને વધુ પ્રમાણ ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળતો રહે તે માટે બે ટેન્કર દ્વારા ટેન્કને રિફીલિંગ કામગીરી 24 કલાક શરૂ રહે છે. એક ટેન્કર ખાલી થાય એ પહેલાં બીજા ટેન્કર આવી પહોંચે છે.
વધુ વિગતો આપતા તેઓ જણાવે છે કે, પ્રથમ ફેઝના પ્રારંભે સ્મીમેર તંત્રએ 340 દર્દીઓ માટે ઓક્સિજન બોટલની વ્યવસ્થા કરી હતી. પરંતુ દિનપ્રતિદિન કેસો વધતા વર્ષ 2014માં ઇન્સ્ટોલ કરવામાં આવેલી 10 હજાર લિટરની ઓક્સિજન ટેન્કનો ઉપયોગ શરૂ કર્યો હતો. ત્યારબાદ જરૂરિયાત મુજબ વિસ્તાર કરીને આજે કુલ 50,000 લિટરની ક્ષમતાવૃદ્ધિ કરી છે.
