કોરોનાના કહેરમાં એક પછી એક તમામ રાજનેતા હોય કે પછી અભિનેતા હોય તેમને કોરોનાનું ચેપ લાગી રહ્યું છે. કોંગેસના સૌથી યુવા નેતા તેમજ કાર્યકારી અઘ્યક્ષ હાર્દિક પટેલને પણ હવે કોરોનાએ પોતાના બાનમાં લીધું છે. તેમણે ફેસબુક ઉપર ટ્વીટ કરીને આ બાબતે લોકોને જાણ કરી છે. ફેસબુક ઉપર તેમણે લખ્યું છે કે , તેમણે કોરોનાનું ટેસ્ટ કરાવ્યું હતું, જે પોઝિટિવ આવ્યું છે, ડોક્ટરની પાસેથી સલાહ લઈને હોમ ક્વોરેન્ટાઇન થઇ રહ્યો છે. મારી સાથે જે પણ લોકો સંપર્કમાં આવ્યા છે.તેમણે પણ કોરોનાનું ટેસ્ટ કરાવી લેવું અને પૂરતી સાવચેતી રાખવી. આશા છે કે ઝડપથી સ્વસ્થ થઈને ફરીથી લોકોની સમક્ષ હાજર થઈશ.
હાર્દિક પટેલના આ ટ્વીટ બાદ તેમના ચાહકો તેમજ તેમના સ્વજનોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એટલુંજ નહિ રાજકારણમાં પણ આ બાબતે ભારે ચર્ચાઓ ફેલાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલના સ્વાસ્થ્યની સલામતી માટે પ્રાર્થના મેસેજ મોકલીને હાર્દિક પટેલને હિંમત અપાવાની કોશિશ કરી છે.
