કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. તેમાં પણ ગુજરાતમાં અમદાવાદની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે. ત્યારે એક એક મિનિટ દર્દી માટે મહત્વની હોય છે. આ બધુ જાણતાં હોવા છતાં અમદાવાદથી એક શરમજનક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદમાં ક્રિકેટરો માટે એમ્બ્યુલન્સને રોકી દેવામાં આવી.
અમદાવાદના પાંજરાપોળ વિસ્તારની હોવાની માહિતી છે જ્યાંથી પસાર થઈ રહેલી ખેલાડીઓની બસને પ્રાધાન્યતા આપવા માટે એક એમ્બ્યુલન્સ રોકવામાં આવી હતી. ટ્રાફિકમાં સામા કાંઠે રાહ જોઈ રહેલા એક કાર ચાલકે આ વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. કોરોના મહામારીમાં ટ્રાફિક પોલીસે ક્રિકેટરના કાફલા માટે એમ્બ્યુલન્સને રોકતા સવાલ ઉઠી રહ્યા છે. શું નાગરિકના જીવ કરતા ક્રિકેટરો માટેનો પ્રોટોકોલ વધુ મહત્વનો છે. તેવો સવાલ ઉઠી રહ્યો છે.
https://twitter.com/mantavyanews/status/1389851587229540353?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1389851587229540353%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fmantavyanews2Fstatus2F1389851587229540353widget%3DTweet
આ પણ વાંચો :પોતાની ગર્લફ્રેન્ડને ખુશ રાખવા યુવકે અપનાવ્યો આ રસ્તો, પોલીસે તેનો પ્લાન બગાડ્યો
ખેલાડીઓ મહત્ત્વના છે કે દર્દીઓ એ તંત્ર અને પોલીસ બંનેએ નક્કી કરવું પડશે. શહેર કોરોના સામે લડાઈ લડી રહ્યું છે સમગ્ર રાજ્ય પણ લડાઈ રહ્યું છે ત્યારે આઈપીએલના ખેલાડીના કાફલાને પસાર કરવા માટે જીવન સંજીવનીનું આવી રીતે અટવાઈ પડવું એ માનવતા માટે પણ શરમજનક બાબત છે. ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ છે.
આ પણ વાંચો :ઘોઘંબામાં લગ્નમાં ગયેલી બે પિતરાઈ બહેનોના શંકાસ્પદ મોત, પંથકમાં મચી અરેરાટી
મહામારી સામે ગુજરાતીઓ લડી રહ્યા છે ત્યારે આ વીડિયો પર સવાલ ઉઠી રહ્યા છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ નિયમોનો ભંગ કરી શકે છે? અને એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને કઈ થાય તો જવાબદાર કોણ? ક્રિકેટરો 2-3 મિનિટ મોડા જાત તો પોલીસને શું વાંધો હતો? અને શું મહામારીમાં લોકોના જીવ કરતા ક્રિકેટરોના પ્રોટોકોલ મહત્વનો છે?
આ પણ વાંચો :CMની રૂબરૂ મુલાકાત વેળાએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

