આજે દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આ મહામારીથી કેવી રીતે બચી શકાય તેને લઇને યુ.એસ.નાં શીર્ષ આરોગ્ય નિષ્ણાંત ડો.એન્થોની ફાઉચીએ રવિવારે કહ્યું હતું કે, ભારતમાં કોવિડ-19 નાં વર્તમાન સંકટને દૂર કરવાનો એક માત્ર રસ્તો લોકોને રસીકરણ આપવી છે.

ધરતીકંપ / આસામમાં એકવાર ફરી અનુભવાયા ભૂકંપનાં ઝટકા, રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઇ તીવ્રતા
તેમણે આ જીવલેણ રોગચાળાને પહોંચી વળવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે એન્ટિ-કોવિડ રસીનું ઉત્પાદન વધારવા પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે, ભારત હાલમાં રોગચાળાથી પીડાઈ રહ્યું છે અને અન્ય દેશોએ આ સમયે વધુ મદદ આપવી જોઈએ. એક ઇન્ટરવ્યુમાં, યુએસ રાષ્ટ્રપતિ, જો બિડેનનાં મુખ્ય તબીબી સલાહકાર ફાઉચીએ કહ્યું, “રોગચાળાને સંપૂર્ણપણે સમાપ્ત કરવા માટે લોકોને રસી અપાવવી જોઈએ.” તેમણે કહ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે. જે તેના સ્રોત ફક્ત અંદરથી જ નહીં, પણ બહારથી પણ મેળવી રહ્યું છે. તેમણે કહ્યું, “આ જ કારણ છે કે અન્ય દેશોએ કાં તો રસી ઉત્પાદનમાં ભારતની મદદ કરવી જોઈએ અથવા રસી દાન કરવી જોઈએ.” એક પ્રશ્નનાં જવાબમાં ડો.ફાઉચીએ કહ્યું કે, ભારતે તાત્કાલિક હંગામી હોસ્પિટલ બનાવવાની જરૂર છે, જેમ કે ચીને લગભગ એક વર્ષ પહેલા કર્યું હતું. તેમણે કહ્યું, “તમારે તે કરવું પડશે.” જ્યારે હોસ્પિટલમાં બેડ ન હોય ત્યારે તમે લોકોને રસ્તામાં તડપતા છોડી શકો નહી. ઓક્સિજનની સ્થિતિ અત્યંત નાજૂક છે. મારો અર્થ એ છે કે લોકોને ઓક્સિજન ન મળવું ખરેખર દુઃખદ છે.”

સંકટમાં મદદ / ભારતમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપને જોઇ મદદે આવ્યા હોલિવૂડ સ્ટાર્સ
ફાઉચીએ જણાવ્યું હતું કે, હાલમાં હોસ્પિટલનાં પલંગ, ઓક્સિજન, પીપીઈ કિટ્સ અને અન્ય તબીબી પુરવઠાની સમસ્યા છે. આ ઉપરાંત, તેમણે વાયરસનાં ફેલાવાને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે વાયરસની સાંકળ તોડવા માટે લોકડાઉન કરવું જરૂરી છે.

