Not Set/ વાસણા બેરેજના બે દરવાજાને તકેદારીના ભાગરૂપે ખોલી દેવામાં આવ્યા

તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં જે રોદ્ર સ્વરૂપ ગઈ કાલે રાત્રે દેખાડ્યું છે તેને જોતા અમદાવાદમાં તકેદારીના સંપૂર્ણ પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીના કાંઠે આવેલા વાસણા બેરેજના બે દરવાજાને તકેદારીના ભાગરૂપે ખોલી દેવામાં આવ્યા છે. નદીનું જળસ્તર એટલા માટે ઘટાડી દેવામાં આવ્યું છે કારણકે આગામી બે થી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં […]

Ahmedabad Gujarat

તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં જે રોદ્ર સ્વરૂપ ગઈ કાલે રાત્રે દેખાડ્યું છે તેને જોતા અમદાવાદમાં તકેદારીના સંપૂર્ણ પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીના કાંઠે આવેલા વાસણા બેરેજના બે દરવાજાને તકેદારીના ભાગરૂપે ખોલી દેવામાં આવ્યા છે. નદીનું જળસ્તર એટલા માટે ઘટાડી દેવામાં આવ્યું છે કારણકે આગામી બે થી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે માટે નદીનું જળસ્તર વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારથી દેખાઈ રહી છે અને રિવરફ્રન્ટના ભાગે લોકોને હરવા ફરવા માટે ન જવા પ્રશાસન દ્વારા અપીલ પણ કરાઈ છે.

લોકોએ કામ વગર ઘરથી બહાર ન નીકળવા અને ઘરમાં જ રહીને તમામ પૂરતી સાવચેતી રાખવાની હાલ જરૂર છે.