Jamnagar News/ ગુજરાતની મેડિકલ કોલેજની અજીબ ઘટના, હોસ્ટેલ ગર્લ્સને ચીફ વોર્ડને  દોઢ લાખનો દંડ ફટકાર્યો

મેડિકલ કેમ્પસ વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

Gujarat

Jamnagar News : જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમા આવી છે. આ વખતે બીજી હોસ્ટેલમાં રહેતી ડોક્ટર તેની અન્ય ડોક્ટર મિત્રોને મળવા અન્ય હોસ્ટેલમાં ગઈ તો ચીફ વોર્ડને આને ગંભીર ગુનો ગણી હોસ્ટેલમાં રહેતી 4 છોકરીઓ સહિત મળવા ગયેલી છોકરીને દોઢ લાખનો દંડ ફટકારર્યો છે. આ કારણે મેડિકલ કેમ્પસ વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, આ ઉતાવળે ભરેલું પગલું હોય સત્તાવાળાઓ પણ હવે મુંઝવણમાં મુકાઈ ગયા છે.

જામનગર એમ.પી. શાહ મેડિકલ કોલેજના લેડીઝ હોસ્ટેલના હાઉસમેન બી કોમન રૂમમાં ચાર એમબીબીએસ પૂર્ણ કરી ડોક્ટર બનેલી યુવતીઓ જેમાં નેહા ગરાસીયા, ખ્યાતી કિશોરી પદ્મીની પટેલ અને શ્રુતિ રાઠોડ રહે છે. તેને મળવા માટે તેની મિત્ર સરીતા રાવત જે હોસ્ટેલ નં.1, રૂમ નં.19માં રહે છે. તે મળવા જતા આ સમયે જ ચીફ વોર્ડને કથિત રીતે હોસ્ટેલનું ચેકીંગ કર્યું જેમાં આ યુવતી રૂમમાં મળી આવતા તેમણે ગંભીર ગુનો કર્યો હોય તેની નોંધ લઈ સરીતા રાવત અનઅધિકૃત રીતે રહે છે તેમ માની સરીતા રાવત સહિત અન્ય ચાર યુવતીઓને 30-30 હજાર એટલે કે દૌઢ લાખનો દંડ ફટકાર્યો.

જેનાથી વિદ્યાર્થીઓમાં હોબાળો મચી ગયો છેખરેખર તો જે વિદ્યાર્થીની મળવા આવી તે પણ હોસ્ટેલમાં જ રહે છે તે અન્ય તેની મિત્રને મળવા હોસ્ટેલમાં આવી હતી. તેને ચીફ વોર્ડન ડો. હર્ષ ત્રિવેદીએ ગુનો ગણી લીધો. આ બનાવના કારણે મેડિકલ કેમ્પસમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તેમજ ચર્ચાનો વિષય બન્યો છે. બીજી બાજુ આ બનાવમાં કાચુ કપાયું હોય તેમ ડીને પણ હાલ દંડની રકમ પર રોક લગાવી પોતે તપાસ ચાલુ કરાવી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ