આગમદિવાકર પૂ. જનક મુનિ મ.સાના પરમ શિષ્ય અને વર્ષેા સુધી ગુદેવની સેવામા રહેલા શાક્ર દિવાકર મનહર મુનિ મ.સા.મનહર મુનિ મ.સા. લાંબા સમય થી શેષ કાળ મુંબઇ ખાતે વિતાવી રહ્યા હતા.આજે વહેલી સવારે મુંબઇ ખાતે આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે, બપોરે હિંગ વાલા ઉપાશ્રય ખાતે તેથી તેમની પાલખીયાત્રા નીકળશે. આગમદિવાકર પૂ. જનક મુનિ મહારાજ સાહેબના પરમ શિષ્ય અને વર્ષેા સુધી ગુદેવ ની સેવા મા રહેલા મનહર મુનિ મ.સા. લાંબા સમય થી મુંબઈ ખાતે હતા.
યૌન શોષણની ફરિયાદ અને કેસને લઇને ગુરુદેવ ડિપ્રેશનમાં આવી ગયા હતા..!!!
આ ઘટનાની સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે મનહર મુની મ.સા. વિરુદ્ધ 2012ની સલમા યૌન શોષણ માટે ફરિયાદ થઇ હતી જે અન્વયે નીચલી કોર્ટમાં તેમને સજા ફટકારવામાં આવી હતી. નીચલી કોર્ટ વિરોધ સેશન્સ કોર્ટમાં અરજી કરતાં તેઓની સજા નીચલી કોર્ટે કાયમ રાખી હતી.આ સમગ્ર ઘટનાને પગલે ગુરુદેવ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને માનસિક તણાવની અનુભૂતિ કરી રહ્યા હતા. એવામાં આજે સવારે 4:00 કલાકે તેમની સાથેના બંને સેવકોને અલગ-અલગ કામથી બહાર મોકલી આપ્યા હતા.અને પંખામાં દોરી થી લડકી અને આપઘાત કર્યો હતો.
જૈન અગ્રણીઓમાં પ્રશ્નાર્થ સર્જાયો
થોડા સમય પૂર્વે મનહર મુનિ મ.સા.ને કોરોના પોઝિટિવ આવ્યો હતો, કોરોના સામે જગં જીતી તેમનો શેષકાળ હિંગવાલા ઉપાશ્રય ખાતે પસાર કરી રહ્યા હતા. દરમિયાન આ ઘટના સામે આવ્યા બાદ તેમ નું મોત કોરોનાના કારણે થયું છે કે પછી આત્મહત્યા કરી છે તે અંગે અગ્રણીઓમાં પ્રશ્નાર્થ સર્જાયો હતો. તેની વચ્ચે પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસને ઘટનાસ્થળેથી એક દોઢ પાનાની સુસાઇડ નોટ મળી છે જેમાં પૂજ્ય ગુરુદેવ તેમને બોલાવતા હોવાનું અને પૂજ્ય નંદા બાઈ, તેમજ પૂજ્ય સુનંદા ભાઈ, તથા પૂજ્ય નલિની બાઈ મહાસતીજી નો ઉપકાર કદી નહીં ભૂલીશ તેમ લખેલું છે.
જિનશાસનની રક્ષા માટે આત્મબલિદાન અર્પણ કર્યુ હોવાના મેસેજ વહેતા થયા હતા
જ્યારે જૈન ધર્મમાં આજે સવારે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિનશાસનની રક્ષા માટે આત્મબલિદાન આપનાર એક નિર્દેાષ સંવેદનશીલ સંતે જિનશાસનની રક્ષા માટે આત્મબલિદાન અર્પણ કર્યુ હોવાના મેસેજ વહેતા થયા હતા.સૌરાષ્ટ્ર્રના અલગ અલગ ગામમાં ચાતુર્માસ કર્યા છે. તેમના કાળધર્મના સમાચાર મળતાં ભાવિકોમાં દુ:ખની લાગણી વ્યાપી ગઇ છે.જૈન શાશન માટે મોટી ખોટ પડી છે.તેમ ગોંડલ સંપ્રદાય સંરક્ષણ સમિતિ ના પ્રવીણભાઈ કોઠારી ૯૮૯૮૫૬૫૪૨૯ ,ચંદ્રકાંતભાઈ શેઠ,૯૮૨૪૦૪૩૭૬૯, સુરેશભાઇ કામદાર દિલીપ ભાઈ પારેખ, હિંગવાલા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના પ્રમુખ બીપીનભાઈ સંઘવી ૯૮૨૦૦૫૧૬૩૯ અને ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.

