કોરોનાના મહામારીના લીધે લોકોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે લોકો બેરોજગાર થતાં તેમની સ્થિતિ અકલ્પીય થઇ ગઇ છે. આવી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવાના ઉદ્દેશ સાથે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જે વિદ્યાર્થીઓએ પોતાના ઘરમાં કમાવનારા માણસ ગુમાવ્યા છે, તેવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
આંબેડકર યુનિવર્સિટી પણ વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાય થાય અને પ્રવેશ ફીમાં રાહત મળે તે હેતુથી કોરોનામાં જે વિદ્યાર્થીના માતાપિતા અથવા પોતાના ઘરમાં કમાવનારા ગુમાવ્યા હોય તેમને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં મફતમાં પ્રવેશ આપવામાં આવશે, ત્યારે આ નિયમ નવા સત્રથી લાગુ કરવામાં આવશે.કોરોનાના લીધે ઘણાબધા લોકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે આવા બાળકો માટે આંબેડકર ઓપન યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.
