જીવાદોરી/ નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો, આગામી 2 વર્ષ સુધી નહીં રહે પાણીની તંગી

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના નીરની સપાટી ઉપરવાસથી પાણીની આવક વધતાં ઉંચી આવી છે. હાલ નર્મદાની સપાટી 125 મીટરને પાર કરતાં આગામી સમયમાં બે વર્ષ માટે પાણીની સમસ્યા નિવારી શકાશે. 

Gujarat Others

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના નીરની સપાટી ઉપરવાસથી પાણીની આવક વધતાં ઉંચી આવી છે. હાલ નર્મદાની સપાટી 125 મીટરને પાર કરતાં આગામી સમયમાં બે વર્ષ માટે પાણીની સમસ્યા નિવારી શકાશે.

ગુજરાતમાં નર્મદા યોજના પાણીની સમસ્યા નિવારવામાં આગામી સમયમાં લાભદાયી પુરવાર થઇ શકે છે. નર્મદાડેમમાં આજની સ્થિતિએ 2124 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે. જળસપાટીની દ્રષ્ટિએ જોતાં નર્મદાની સપાટી 125 મીટરે પહોંચી છે. ઉપરવાસથી પાણીનો પ્રવાહ ગુજરાતને સતત મળતો રહેતાં આ વર્ષે ગુજરાતને પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં.

આ પણ વાંચો :સુરતના કાપોદ્રામાં રીક્ષામાં પેસેન્જર બેસાડી ચોરી કરતી ટોળકી ઝડપાઈ

હાલ દૈનિક 10 હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદામાંથી ખેડૂતોને આપવામાં આવે છે. છતાં આજની સ્થિતિએ 2 હજાર 124 મિલિયન ક્યુબીકમીટર જથ્થો સંગ્રહિત રહેતાં ખેડૂતોને પણ પૂરતો પાણીનો જથ્થો મળી રહેશે. ચોમાસાની વાત કરીએ તો ચોમાસુ પણ સારૂં રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ પણ વાંચો :વડોદરામાં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો, એસ્પરજીલોસિસના સામે આવ્યા 3 દર્દીઓ

ગુજરાતમાં સરેરાશ 34 ઇંચની જરૂરિયાત મુજબ થાય તો ચોમાસુ લાભદાયી પુરવાર થઇ શકે છે. બીજીબાજુ નર્મદા ડેમમાં પણ પૂરતો જથ્થો સંગ્રહિત હોવાથી આગામી બે વર્ષ માટે પાણીની સમસ્યા રહે નહીં તે મુજબનું આયોજન થશે , જે ગુજરાત માટે લાભદાયી પુરવાર થશે.

આ પણ વાંચો : ઉનાળાનો આરંભ થતાં જ ફૂડ વિભાગ એક્શન મોડ પર : ૬ આઈસ્ક્રીમ શોપ તેમજ કેરીના વેંચાણ કરતા ૧૯ આસમીઓને ત્યા ચેકીંગ